8 વર્ષની બાળકી સાથે રેપની કોશિશ, લોકોએ આરોપીને આપી આવી સજા

ઉત્તરપ્રદેશના મેનપુરીમાં 8 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી રહેલા યુવકને લોકોએ પકડી લીધો. લોકોએ યુવકની જોરદાર પીટાઈ કરી.

ઉત્તરપ્રદેશના મેનપુરીમાં 8 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી રહેલા યુવકને લોકોએ પકડી લીધો. લોકોએ યુવકની જોરદાર પીટાઈ કરી. ત્યારપછી તેના અડધા માથાનું મુંડન કરી નાખ્યું. સૂચના મળતા જ જગ્યા પર પહોંચેલી પોલીસે આરોપીને ભીડમાંથી છોડાવીને તેને હિરાસતમાં લઇ લીધો.

uttar pradesh

આ ઘટના મેનપુરીના કોતવાલી વિસ્તારના કરહલ રોડની છે. પોલીસ અનુસાર એસ્યોલ ગામ નિવાસી રાકેશ કુમાર ટેન્ટ લગાવવાનું કામ કરે છે. શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે એક નાની બાળકી રમતા રમતા મેરેજ હોલમાં પહોંચી ગયી. રાકેશ તેને પોતાના રૂમમાં લઇ ગયો તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરવા લાગ્યો. નાની બાળકી જયારે ચીસો પાડવા લાગી ત્યારે તેની માતા અને બીજા સદસ્યો પણ ત્યાં આવી પહોંચ્યા.

રાકેશની હરકત જોઈને લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો. લોકોએ તેને પકડી લીધો અને તેને કડક પાઠ ભણાવવાનું નક્કી કર્યું. લોકોએ અસ્ત્રા ઘ્વારા તેના અડધા માથાનું મુંડન કરી નાખ્યું. જગ્યા પર પહોંચેલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીના પિતાએ ચોકીમાં ફરિયાદ પણ નોંધાવી છે. શહેરના ચોકી પ્રભારી જસવીર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X