બિહારમાં શિંદે ને ઉત્તરાખંડમાં રાહુલ ગાંધી, આજના ખાસ ન્યૂઝ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો ઉત્તરાખંડમાં પૂરગ્રસ્ત વિસ્તારની કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી. જ્યારે બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. બોલિવુડ કલાકારો ફરહાન અખ્તર અને સોનમ કપૂરે તેમની આગામી ફિલ્મ ભાગ મિલખા ભાગનું પ્રમોશન મુંબઇમાં કર્યું હતું. આવા કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

કેન્દ્રીય મંત્રી સાથે યુએસ સેક્રેટરી
નવી દિલ્હીમાં ભારત-યુએસ હાયર એજ્યુકેશન ડાયલોગ 2013 દરમિયાન હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ કેન્દ્રીય મંત્રી એમએમ પાલમ રાજુ સાથે રાજ્ય કક્ષાના યુએસ સેક્રેટરી જ્હોન કેરી.

ભાગ મિલખા ભાગનું પ્રમોશન
મુંબઇમાં એક ટીવી શો દરમિયાન ફરહાન અખ્તર અને સોનમ કપૂર હાજર રહ્યાં હતા. એ સમયે ગીતા કપૂર અને રિતેશ દેશમુખ ઉપસ્થિત હતા.

પૂર પીડિતો પહોંચ્યા ઘરે
ઉત્તરાખંડમાં પૂરમાં ફસાયેલા લોકો મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આવ્યા ત્યારે ખુશીનો માહોલ છવાયો હતો.

બિહારના મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી
પટનાના જય પ્રકાશ નારાયણ એરપોર્ટ ખાતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળી રહેલા કેન્દ્રિય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદે.

પીએમનું શ્રીનગરમાં આગમન
શ્રીનગરના એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને આવકારવા માટે આવેલા જમ્મૂ અને કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ.

તબાહ થઇ ગયેલા સ્થળની સફાઇ
ઉત્તરાખંડના ગૌચરના પૂરગ્રસ્ત વિસ્તારની સફાઇ કરી રહેલી સ્થાનિક અધિકારીઓ.

યુએસ પ્રેસિડેન્ડ સાથે મુલાકાત
વોશિંગટનમાં યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહેલા ભારતીય અમેરિકન ફારૂક કથવારી, ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઇઓ એતાન એલેન ઇન્ટિરિયર્સ અને મુંબઇમાં જન્મેલા સુનિલ પુરી, ફ્રસ્ટ રોકફોર્ડ ગ્રુપના શોધક.

પૂરગ્રસ્ત સ્થળનું નિરિક્ષણ
કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ ઉત્તરકાશીમાં પૂરગ્રસ્ત સ્થળનું નિરિક્ષણ કર્યું હતું.

વરસાદનો આનંદ
મુંબઇના વર્લી ખાતે દરિયા કિનારા પાસે હાઇ ટાઇડ અને વરસાદનો આનંદ માણી રહેલા લોકો.

કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ
શ્રીનગરમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહની મુલાકાત સમયે વિરોધ પ્રદર્શન કરી રહેલા એવામી ઇતિહાદના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું.

પૂરના પાણી ગામમાં
કોઝિકોડના મુક્કમમાં ભારે વરસાદના કારણે પૂરના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. ત્યારે પૂરના પાણીમાંથી પસાર થઇ રહેલો પરિવાર.

અફઘાનમાં સુરક્ષિત સ્થળ પર હુમલો
અફઘાનિસ્તાનના કાબુલમાં રાષ્ટ્રપતિના ઘરની બહાર તાલિબાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે સ્થળનું નિરિક્ષણ કરી રહેલા અફઘાન સૈનિક.












Click it and Unblock the Notifications
