For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વત્ર પાણી જ પાણી, આજની આ બાબતો રહી ખાસ

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટેની બીજી અભ્યાસ મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઇ હતી. બેઇજિંગમાં લોકોનો મેળવડો જામ્યો હતો તો જર્મનીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યા હતા. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

લોકોનો મેળાવડો

લોકોનો મેળાવડો

બેઇજિંગમાં તિઆનનમેન ગેટ અને તિઆનનમેન સ્કેવરની મુલાકાતે આવેલા લોકો.

પૂરગ્રસ્ત લુઝેક નાદ વલ્તોવુ

પૂરગ્રસ્ત લુઝેક નાદ વલ્તોવુ

મેલ્નિક નજીક લુઝેક નાદ વલ્તોવુ નદીમાં આવેલા પૂરનો ભોગ બન્યુ હતું.

મેજીસ્ટ્રેટ કોર્ટમાં હાજરી

મેજીસ્ટ્રેટ કોર્ટમાં હાજરી

દક્ષિણ આફ્રિકાના પ્રેટોરિયામાં મેજીસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર રહેલા ઓસ્કર પિસ્તોરિઅસ.

ન્યુઝીલેન્ડના કાઉન્ટરપાર્ટ સાથે મુલાકાત

ન્યુઝીલેન્ડના કાઉન્ટરપાર્ટ સાથે મુલાકાત

નવી દિલ્હીમાં એક બેઠક દરમિયાન એક્સટરનલ અફેર્સ મિનિસ્ટર સલમાન ખુર્શિદે ન્યુઝીલેન્ડના કાઉન્ટરપાર્ટ મુર્રે મેક્કુલી સાથે હસ્તધૂનૂન કર્યું હતું.

હુમલો કરવામાં આવેલા સ્થળની મુલાકાત

હુમલો કરવામાં આવેલા સ્થળની મુલાકાત

અનંતનગમાં મેહન્દી કદલ મેઇન માર્કેટમાં મિલટન્ટ દ્વારા કરવામા આવેલા હુમલા બાદ સ્થળની મુલાકાતે આવેલા આર્મી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ.

ગ્રેનેડ હુમલા બાદ સારવાર

ગ્રેનેડ હુમલા બાદ સારવાર

અનતંનગ જિલ્લામાં મેહન્દી કદલ મેઇન માર્કેટમાં આર્મી કોનવે પર મિલિટન્ટ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા હતો, જેમાં પોલીસમેન સહિત પાંચ લોકોને ઇજા પહોંચી હતી, જેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

રાજ્યાભિષેકની 60મી સંવત્સરીની ઉજવણી

રાજ્યાભિષેકની 60મી સંવત્સરીની ઉજવણી

બ્રિટનના રાણી એલિઝાબેથ બીજા પોતાના રાજ્યાભિષેકની 60મી સંવત્સરીની ઉજવણીમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.

ઓસ્ટ્રેલિયા વિ ભારતની અભ્યાસ મેચ

ઓસ્ટ્રેલિયા વિ ભારતની અભ્યાસ મેચ

કાર્ડિફ વેલ્સના સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન એક શોટને ફટકારી રહેલો ભારતીય ખેલાડી શીખર ધવન.

આયાતોલ્હા ખોમેઇનીની પુણ્યતીથિ

આયાતોલ્હા ખોમેઇનીની પુણ્યતીથિ

ઇરાનિયન સુપ્રિમ લીડરના કાર્યાલય દ્વારા આ તસવીર રજૂ કરવામાં આવી છે, જેમાં આયાતોલ્હાહ અલી ખામેઇની એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપી રહ્યાં છે.

સર્વત્ર પાણી જ પાણી

સર્વત્ર પાણી જ પાણી

જર્મનીના દક્ષિણ ભાગે આવેલા પાસાઉનો મધ્ય ભાગ પૂરના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

ફિફા વિશ્વકપ એશિયન ક્વોલિફાયિંગ મેચ

ફિફા વિશ્વકપ એશિયન ક્વોલિફાયિંગ મેચ

ટોકિયો ખાતે જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2014 ફિફા વિશ્વકપ એશિયન ક્વોલિફાયિંગ સોકર મેચ રમાઇ હતી.

બચાવ ટૂકડી સાથે ચર્ચા

બચાવ ટૂકડી સાથે ચર્ચા

જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ પૂરગ્રસ્ત શહેર પિર્નાની મુલાકાતે ગયા હતા, જે દરમિયાન તેમણે બચાવકર્મીઓ સાથે ચર્ચા કરી હતી.

English summary
tuesday june 4's top news photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X