આજે દેશ-વિદેશમાં શું થયું, જાણો હોટ ન્યૂઝ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

નીરા રાડિયા, કનામોઝી અને એ રાજા પટિયાલા હાઉસ કોર્ટમાં 2જી સ્પેક્ટ્રમ મામલે હાજર થયા હતા, તો ક્યાંક બોલિવુડ સેલિબ્રિટી અને સ્પોર્ટ્સનું ગ્લેમર એક સાથે જોવા મળ્યું હતું. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

ગરમીથી બચવા મા ગંગાની ગોદમાં ધુમકો

ગરમીથી બચવા મા ગંગાની ગોદમાં ધુમકો

વારાણસી ખાતે ગરમીથી બચવા શાળાના વિદ્યાર્થીઓએ ગંગા નદીમાં ધુમકા માર્યા હતા.

બ્રોન્ઝ મેડલ વિજેતા

બ્રોન્ઝ મેડલ વિજેતા

ગ્રીસમાં યોજાયેલા એક વિશ્વ સ્કૂલ ચેસ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ડી વાય પાટિલ ઇન્ટરનેશનલ સ્કૂલની નવ વર્ષની વિદ્યાર્થિની અનાન્યા ગુપ્તા.

કેન્ડલ લાઇટ રેલી

કેન્ડલ લાઇટ રેલી

કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઇનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના વિરોધમાં વાયએસઆર કોંગ્રેસના સભ્યો દ્વારા હૈદરાબાદમાં કેન્ડલલાઇટ રેલી યોજી હતી.

યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર

યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર

મુંબઇ ખાતે આયોજિત એક ઇવેન્ટમાં હાજરી આપવા આવેલી બોલિવુડ અભિનેત્રી અને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરા.

ગોવામાંથી પકડાયેલી બુકી

ગોવામાંથી પકડાયેલી બુકી

સોમવારે નોર્થ ગોવાના કાન્ડોલિમ સ્થિત ગેસ્ટ હાઉસમાંથી આઇપીએલ સટ્ટા કેસના બૂકીઓથી ધરપકડ કરવામાં આવી હતી.

કનોમોઝી કોર્ટમાં

કનોમોઝી કોર્ટમાં

નવી દિલ્હી ખાતે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર રહેલા ડીએમકે એમપી કનામોઝી

કોર્ટ સમક્ષ હાજર

કોર્ટ સમક્ષ હાજર

2જી સ્પેક્ટ્રમના આરોપી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજા નવી દિલ્હીમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યાં હતા.

રવાન્ડાના હાઇ કમિશનર રાષ્ટ્રપતિ ભવને

રવાન્ડાના હાઇ કમિશનર રાષ્ટ્રપતિ ભવને

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાતે આવેલા રવાન્ડાના હાઇ કમિશનર અર્નેસ્ટ ર્વામુસિયો.

કોર્ટમાં હાજર થઇ નીરા રાડિયા

કોર્ટમાં હાજર થઇ નીરા રાડિયા

કંપનીઓની લોબિંગ માટે કામ કરનારી નીરા રાડિયાએ આજે 2જી કેસની સુનવણી કરી રહેલી દિલ્હીની પટિયાલા હાઉસ અદાલતમાં મંગળવારે પ્રોસિક્યુટરની ગવાહ તરીકે રજૂ થઇ હતી.

ટીવી રિયાલિટી શોમાં પરફોર્મ

ટીવી રિયાલિટી શોમાં પરફોર્મ

મુંબઇ ખાતે સોમવારે રાત્રે ટીવી રિયાલિટી શો દરમિયાન કરણ જોહર રેમો ડિસોઝા સાથે પરફોર્મ કરી રહેલા અભિનેત્રી લૌરેન ગોત્લૈબ.

અભિનેતા સાથે ક્રિકેટના ભગવાન

અભિનેતા સાથે ક્રિકેટના ભગવાન

મુંબઇ ખાતે સબ જૂનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપની 35મી એડિશનની ફાઇનલ મેચ દરમિયાન અન્ડર 16 ભારતીય ફૂટબોલ ટીમ સાથે ક્રિકેટર સચિન તેંડુલકર અને અભિનેતા વરૂણ ધવન.

મેધાલયના સીએમ સાથે મોન્ટેકસિંહ આહુવાલિયા

મેધાલયના સીએમ સાથે મોન્ટેકસિંહ આહુવાલિયા

નવી દિલ્હીમાં યોજના ભવન ખાતે રાજ્યો માટેના વાર્ષિક આયોજન પ્લાનની બેઠક દરમિયાન મેઘાલયના મુખ્યમંત્રી મુકુલ સંગમા સાથે પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન મોન્ટેકસિંહ આહુવાલિયા.

યુનિવર્સિટીના બીલનો વિરોધ

યુનિવર્સિટીના બીલનો વિરોધ

પટના ખાતે બિહાર પ્રાઇવેટ યુનિવર્સિટી બીલ 2013ના વિરોધમાં ઓલ ઇન્ડિયા સ્ટૂડન્ટ્સ એસોસિએશનના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

ઓંરગાબાદમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ

ઓંરગાબાદમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઓરંગાબાદના ફુલામ્બરી તેહસિલના એક ગામની મુલાકાતે ગયા હતા.

સમારોહમાં પરફોર્મ

સમારોહમાં પરફોર્મ

ગાંડેરબલમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મિરના એક સમારોહમાં યુનિવર્સિટીની છાત્રાઓ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું.

હત્યા બાદ માતમ

હત્યા બાદ માતમ

પાકિસ્તાનના પેશાવર ખાતે એક સ્થાનિક હોસ્પિટલે કામ કરી રહેલી મહિલા પોલિયો વર્કરની એક અજાણ્યા હથિયારધારીએ હત્યા કર્યા બાદ પરિવારમાં માતમ છવાયો હતો.

હેડિંગલે ટેસ્ટ

હેડિંગલે ટેસ્ટ

હેડિંગલે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહેલી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચના પાંચમા દિવસે ઇંગ્લેન્ડના ખેલાડી સ્ટૂઅર્ટ બ્રોડના હાથે ઝલાઇ ગયા બાદ પેવેલિયન તરફ જઇ રહેલો ન્યૂઝલેન્ડનો સુકાની બ્રેન્ડન મેક્કુલમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X