પંચતત્વમાં વિલીન થઇ તુનિષા શર્મા, લોકોએ નમ આંખોએ આપી વિદાય

ટીવી અભિનેત્રી તુનિષા શર્માના અંતિમ સંસ્કાર મંગળવારે મીરા રોડ સ્થિત સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. સૌએ તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી છે. તુનિષા સાથે જાણતા અને કામ કરતા સાથી કલાકારો તેમનું સન્માન કરવા આવ્યા હતા.

ટીવી અભિનેત્રી તુનિષા શર્માના અંતિમ સંસ્કાર મંગળવારે મીરા રોડ સ્થિત સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. સૌએ તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી છે. તુનિષા સાથે જાણતા અને કામ કરતા સાથી કલાકારો તેમનું સન્માન કરવા આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો તુનિષા શર્માને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હોસ્પિટલમાંથી અભિનેત્રીના મૃતદેહને લાવ્યા બાદ તેને અંતિમ દર્શન માટે તેના મીરા રોડ સ્થિત ઘરે રાખવામાં આવ્યો હતો.

Tunisha Sharma

તમને જણાવી દઈએ કે તુનિષા શર્માએ શનિવારે 24 ડિસેમ્બરે એક ટીવી શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનીશાના મૃત્યુ બાદ તેના બોયફ્રેન્ડ શીઝાન ખાનની પોલીસે ધરપકડ કરી હતી અને તે હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તુનિષા શર્માને વિદાય આપવા માટે શીઝાન ખાનની માતા અને બહેનો પણ આવી છે. આ દરમિયાન ત્રણેય લોકોએ તુનીશાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેત્રીના મામાએ તુનીષાના અંતિમ સંસ્કાર ભગવાનદેવ સ્મશાનભૂમિ ખાતે કર્યા હતા. આ દરમિયાન તેની એકમાત્ર પુત્રીને જોઈ તેની માતાનુ રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X