અભિનેત્રી સાથે બળાત્કાર મામલે ટીવી પ્રોડ્યુસરને 7 વર્ષની જેલ

જાણીતી ટીવી સીરિયલ ‘એક વીર કી અરદાસ' ના પ્રોડ્યુસર મુકેશ મિશ્રાને અભિનેત્રી સાથે બળાત્કાર મામલે દોષિત ગણવામાં આવ્યા છે. અદાલતે મુકેશ મિશ્રાને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે.

જાણીતી ટીવી સીરિયલ 'એક વીર કી અરદાસ' ના પ્રોડ્યુસર મુકેશ મિશ્રાને અભિનેત્રી સાથે બળાત્કાર મામલે દોષિત ગણવામાં આવ્યા છે. અદાલતે મુકેશ મિશ્રાને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. અદાલતે 33 વર્ષના ટીવી પ્રોડ્યુસર મુકેશ મિશ્રાને 31 વર્ષની જુનિયર કલાકાર પર બળાત્કાર કરવાના દોષિત ગણ્યા છે. આ કેસ છ વર્ષ જૂનો છે જેનો ચૂકાદો અત્યારે આવ્યો છે.

2012 ની છે ઘટના

2012 ની છે ઘટના

ન્યાયાધીશ એસ હોરેની અદાલતે મિશ્રાને દોષિત ગણાવ્યા અને સાત વર્ષની જેલની સજા સંભળાવી. કોર્ટે દોષિતને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. આ ઘટના 12 ડિસેમ્બર 2012 ના રોજ પવઈના એક સ્ટુડિયોમાં હિંદી સીરિયલ ‘એક વીર કી અરદાસ' ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ સજામાં એક સ્વીપરની જુબાની મહત્વની રહી, જેણે પ્રોડ્યુસરને અભિનેત્રીને રૂમમાં લઈ જતા જોયો હતો.

લિફ્ટ આપવાના બહાને કર્યો રેપ

લિફ્ટ આપવાના બહાને કર્યો રેપ

અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તે વીરા પ્રોડક્શન યુનિટમાં કામ કરતી હતી. 12 ડિસેમ્બર, 2012 ના રોજ નિર્માતા મુકેશ મિશ્રાએ મહિલાને પોતાની બાઈક પર જોગેશ્વરી સ્ટેશન મૂકી જવાની ઓફર આપી. ત્યાંથી કલાકારોને બસ પકડવાની હતી. સ્થળ પર પહોંચતા મિશ્રાએ તેને કહ્યુ કે બસ મોડી આવશે એટલે એ તેના બાઈક પર જ આવે. સૂમસામ જગ્યાનો ફાયદો ઉઠાવીને મિશ્રાએ એક રૂમમાં લઈ જઈને તેની પર બળાત્કાર કર્યો.

જાનથી મારવાની ધમકી આપી

જાનથી મારવાની ધમકી આપી

મહિલાએ જણાવ્યુ કે મિશ્રાએ તેની પર બળાત્કાર કર્યો અને ધમકી આપતા કહ્યુ કે તે એને જાનથી મારી નાખશે. મહિલાએ પતિને બધી વાત કહી તો તેણે મિશ્રા સામે કેસ ફાઈલ કરાવ્યો. લગભગ પાંચ વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ બુધવારે આઈપીસીની ધારા 376 (બળાત્કાર) અને 506 (ગુનાહિત ધમકી) ના દોષિત ગણીને સજા સંભળાવવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X