ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
નવી દિલ્હી, 21 માર્ચ : સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર ગુરુવાર 21 માર્ચ, 2013ના રોજા પોતાનો 7મો જન્મદિન ઉજવી રહી છે. આ સાત વર્ષોમાં ટ્વિટરના 20 કરોડ વપરાશકારો બન્યા છે. આ વપરાશકારો દિવસની 40 કરોડથી વધારે ટ્વિટ કરે છે.
આ સેવાને શરૂઆતમાં સ્ટેટ-અસ(stat.us) નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને બદલીને ટ્વિટર કરવામાં આવ્યું હતું. આ સાઇટની શરૂઆત વર્ષ 2006માં જેક ડોર્સીએ કરી હતી. આ અંગે જૈક ડોર્સી કહે છે કે હું બ્લોગિંગને કેવી રીતે વધારે સારું બનાવી શકાય તે અંગે 6 વર્ષ વિચારતો રહ્યો. હું ઇચ્છતો હતો કે વાસ્તવિક સમયે ઘટનાને દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવે. આ માટે એક માધ્યમની જરૂર હતી. આથી મેં એક એવું માધ્યમ બનાવ્યું જેને ક્યાંયથી પણ અપડેટ કરી શકાય.
આજે ટ્વિટરનો ઉપયોગ વિવિધ કાર્યો કરવા માટે થાય છે. જેમાં લોકો પોતાના વિચારો રજૂ કરવા ઉપરાંત માહિતી મેળવવા, લગ્ન પ્રસ્તાવ મૂકવા અને કોઇને પડકાર ફેંકવા માટે પણ કરે છે. દુનિયાભરમાં ગાયક જસ્ટિન બિબરના સૌથી વધારે ફોલોઅર છે. તેમને 3 કરોડ 62 લાખ લોકો ફોલો કરે છે. જ્યારે લેડી ગાગા 3.5 કરોડ ફોલોઅર સાથે બીજા ક્રમે છે. ભારતમાં ટ્વિટર ફ્રેન્ડલી કઇ હસ્તિઓ છે જેમના સૌથી વધારે ફોલોઅર છે તે આવો જાણીએ...

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
અમિતાભ બચ્ચન
બોલીવુજ શહેનશાહ અમિતાભ બચ્ચનના ભારતમાં સૌથી વધારે ફોલોઅર છે. તેમને 46 લાખ લોકો ફોલો કરે છે. અમિતાભ બચ્ચન ટ્વિટરના માધ્યમથી પોતાના ચાહકો સાથે ફોટો અને વ્યક્તિગત જીવનની વાતો તથા અન્ય માહિતીનું આદાન-પ્રદાન કરે છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
શાહરૂખ ખાન
અમિતાભ બાદ બીજા નંબરે કિંગ ખાન બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન બીજા નંબરે આવે છે. તેમને 37 લાખ લોકો ફોલો કરે છે. તેઓ ટ્વિટર પર પોતાના વ્યક્તિગત વિચારો, પોતાની ફિલ્મો અંગેની પોસ્ટ અને વિડિયો વગેરે શેર કરે છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
પ્રિયંકા ચોપરા
ત્રીજા નંબરે અભિનેત્રી પ્રિયંકા ચોપરા આવે છે. તેમના 36 લાખ ફોલોઅર્સ છે. આ બાબતમાં તેમણે આમિર ખાન અને સલમાન ખાનને પાછળ છોડી દીધા છે. બોલીવુડની અભિનેત્રીઓમાં તેઓ સોથી વધુ ફોલોઅર્સ સાથે પ્રથમ ક્રમે છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
સલમાન ખાન
ચોથા નંબરે સલમાન ખાન આવે છે. તેમને 35.98 લાખ લોકો ફોલો કરે છે. આ મામલે તેઓ પ્રિયંકાથી જરાક પાછળ છે. બની શકે કે તેઓ ટૂંક સમયમાં પ્રિયંકાને પાછળ છોડી દઇ શકે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
આમિર ખાન
આમિર ખાન 34.93 લાખ ફોલોઅર્સ સાથે પાંચમા ક્રમે છે. તેઓ ટ્વિટર પર પોતાના ચાહકોને સતત અપીલ કરતા હોય છે કે ફિલ્મનું સસ્પેન્સ જાળવી રાખે અને જાહેર ના કરે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
સચિન તેંડુલકર
બધા જ ભારતીય સ્પોર્ટ્સમેનમાં ક્રિકેટર સચિન તેંડુલકર અવ્વલ નંબરે છે. જો કે ભારતમાં તેઓ છઠ્ઠા ક્રમે છે. તેમના 31 લાખ ફોલોઅર્સ છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
દીપિકા પદુકોણ
ભારતીય અભિનેત્રી 30 લાખ ફોલોઅર્સ ધરાવે છે. તે સાતમા ક્રમે છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
હ્રિતિક રોશન
ભારતીય ફિલ્મ સ્ટાર્સમાં અનોખો હોટ લૂધ ધરાવતા હ્રિતિક 29 લાખ ફોલોઅર્સ સાથે આઠમા ક્રમે છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
અક્ષય કુમાર
રફ એન્ડ ટફ એક્શન ખેલાડી અક્ષય કુમાર નવમા ક્રમે છે. તેમને 23 લાખ લોકો ફોલો કરે છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
પ્રિતી ઝિન્ટા
બબલી અભિનેત્રીની ઇમેજ ધરાવતી પ્રિતી ઝિન્ટા 22 લાખ ફોલોઅર્સ સાથે 10મા ક્રમે છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
મહેન્દ્ર ધોની
ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દેશમાં 16મા સ્થાન પર છે. તેમના 18 લાખ ફોલોઅર છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
યુવરાજ સિંહ
યુવીના નામે લોકપ્રિય ક્રિકેટર યુવરાજ સિંહ 18મા સ્થાને છે. તેમના 17 લાખ ફોલોઅર્સ છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
વિરેન્દ્ર સહેવાગ
વિરેન્દ્ર સહેવાગ દેશમાં 22મા સ્થાને છે. તેમના 14 લાખ ફોલોઅર્સ છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
શશી થરૂર
ભારતના ટોપ 25 ટ્વિટર ફ્રેન્ડ્સમાં રાજકારણીઓમાંથી એક મા6 શશી થરૂરનું નામ આવે છે. તેમના 17 લાખ ફોલોઅર્સ છે. તેઓ 20મા સ્થાને છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
ચેતન ભગત
જાણીતા વિચારક અને લેખક ચેતન ભગત આ યાદીમાં 24મા ક્રમે છે. તેમના 13.97 લાખ ફોલોઅર્સ છે.

ટ્વિટરનો 7મો જન્મદિન : જાણો ભારતમાં કોણ છે ટ્વિટર બાદશાહ
નરેન્દ્ર મોદી
ગુજરાતના મુખ્યમંત્રી અને હંમેશા ચર્ચામાં રહેતા નરેન્દ્ર મોદી ટ્વિટરમાં 26મા ક્રમે છે. તેમના 13 લાખ 70 હજાર ફોલોઅર છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ

Click it and Unblock the Notifications