For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અજાણતા થયેલી ભૂલથી લૉક થયુ અમિત શાહનુ અકાઉન્ટ', ટ્વિટરે આપી સફાઈ

ટ્વિટરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનુ ટ્વિટર અકાઉન્ટ લૉક કરી દીધુ હતુ. આ મામલે હવે ટ્વિટરના પ્રવકતાની સફાઈ આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટ્વિટરે ગુરુવારે મોડી સાંજે કૉપીરાઈટની એક ફરિયાદ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનુ ટ્વિટર અકાઉન્ટ લૉક કરી દીધુ હતુ. જો કે થોડી વાર બાદ ગૃહમંત્રીના અકાઉન્ટ ફરીથી સક્રિય કરી દેવામાં આવ્યુ. આ મામલે હવે ટ્વિટરના પ્રવકતાની સફાઈ આવી છે. ટ્વિટર તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે, 'અજાણતા થયેલી એક ભૂલના કારણે અમે પોતાની વૈશ્વિક નીતિઓ હેઠળ આ ખાતાને અસ્થાયી રીતે બંધ કરી દીધુ હતુ. આ નિર્ણય તરત જ પાછો લઈ લેવામાં આવ્યો અને અકાઉન્ટ હવે સંપૂર્ણપણે એક્ટિવ છે.'

amit shah

તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે ટ્વિટરે ગૃહમંત્રી અમિત શાહના અકાઉન્ટમાંથી તેમનો પ્રોફાઈલ ફોટો હટાવી દીધો હતો. ટ્વિટરે કહ્યુ કે તેણે પોતાની વૈશ્વિક કૉપીરાઈટ નીતિઓના કારણે આ પગલુ લીધુ છે. જો કે ટ્વિટરના આ પગલાંનો લોકોએ વિરોધ કર્યો અને સોશિયલ મીડિયા પર 'Ban Twitter' ટ્રેન્ડ કરવા લાગ્યુ. ત્યારબાદ ટ્વિટરે અમિત શાહના પ્રોફાઈલ પર ફરીથી તેમનો ફોટો લગાવી દીધો. શુક્રવારની સવારે ટ્વિટર તરફથી નિવેદન જારી કરીને જણાવ્યુ કે આ બધુ એક ભૂલના કારણે થયુ હતુ.

સુબ્રમણ્યમ સ્વામી સાથ પણ થઈ ચૂક્યુ છે આવુ

આ પહેલા ગયા સપ્તાહે જ ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીના ટ્વિટર અકાઉન્ટ માટે પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો. ટ્વિટરે એક સપ્તાહથી પણ વધુ સમય સુધી કૉપીરાઈટ ઉલ્લંઘનનો હવાલો આપીને તેમના પ્રોફાઈલ અને બેનરનો ફોટો બ્લૉક કરી દીધો. ત્યારબાદ સુબ્રમણ્યમ સ્વામીના વકીલો અને તેમના સચિવ જગદીશ શેટ્ટીએ ટ્વિટરનો સંપર્ક કર્યો અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી ત્યારબાદ ટ્વિટરે ગુરુવારે સાંજે ફરીથી તેમનો ફોટો રીસ્ટોર કરી દીધો. ટ્વિટરે આ મામલે જણાવ્યુ કે બાંગ્લાદેશથી મળેલ એક અજાણ્યા વ્યક્તિની ફરિયાદ પર તેમણે આમ કર્યુ હતુ.

Dhanteras 2020: પીએમ મોદીએ દેશવાસીઓને આપી ધનતેરસની શુભકામનાઓDhanteras 2020: પીએમ મોદીએ દેશવાસીઓને આપી ધનતેરસની શુભકામનાઓ

English summary
Twitter Clarifiાes why home minister Amit Shah account being locked yesterday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X