For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર સામે ભારત સરકાર કડક, આદેશ ન માન્યો તો ટૉપ અધિકારીઓની થઈ શકે છે ધરપકડ!

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર સામે હવે ભારત સરકાર કડક કાર્યવાહી કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

Twitter Controversy Update: માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટ સામે હવે ભારત સરકાર કડક કાર્યવાહી કરી શકે છે. ખેડૂત આંદોલન વિશે ટ્વિટર પરથી સરકારે ભડકાઉ સામગ્રીવાલા અકાઉન્ટ્સને સેંસર કરવાની માંગ કરી હતી. જેમાં ટ્વિટરની બેદરકારી કરવા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે આવા અકાઉન્ટસ સામે કાર્યવાહી પર કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહિ. જો અધૂરા મનથી નિર્દેશોનુ પાલન કરવામાં આવ્યુ તો તે સહન કરવામાં આવશે નહિ. ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલ રિપોર્ટ મુજબ સરકારે કહ્યુ છે કે આ મામલે અમારી સહન શક્તિ ખતમ થઈ રહી છે કારણ કે આઈટી અધિનિયનની કલમ 69 હેઠળ આપવામાં આવેલ પહેલાની નોટિસનુ ટ્વિટરે પાલન કર્યુ નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્વિટરે જો આદેશોનુ પાલન ન કર્યુ તો તેમના ટૉપ અધિકારીઓની ધરપકડ પણ થઈ શકે છે.

twitter

ભારત સરકારે બુધવારે ટ્વિટરની કન્ટેન્ટ હટાવવા બાબતે ઝાટકણી કાઢીને કહ્યુ હતુ કે કંપનીએ સ્થાનિક કાયદાનુ પાલન કરવુ પડશે. આ સાથે જ મંત્રાલયે ટ્વિટર સાથે ટકરાવ વચ્ચે તમામ મંત્રીઓને એક સ્વદેશી એપ ક્રૂ પર અકાઉન્ટ બનાવવાની અપીલ કરી છે. બુધવારે આઈટી સેક્રેટરી અને ટ્વિટરના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે એક વર્ચ્યુઅલ વાતચીત થઈ હતી. ત્યારબાદ ભારત સરકારે આ ચર્ચાની પુષ્ટી કરી અને કહ્યુ કે મંત્રાલયના સચિવ અને ટ્વિટરના વાઈસ પ્રેસિડેન્ટ મોનિકે મેશેએ પરસ્પર વાત કરી છે. આ બેઠકમાં ભારત સરકારે ખેડૂત આંદોલન સાથે જોડાયેલ દુષ્પ્રચાર અને ભડકાઉ કન્ટેન્ટને સેંસર ના કરવા અંગે કડક નારાજગી વ્યક્ત કરી.

સરકારે ટ્વિટરને કહ્યુ કે કંપનીના પોતાના ભલે કોઈ નિયમ હોય પરંતુ તેણે દેશના કાયદાનુ પાલન કરવુ જ પડશે. વર્ચ્યુઅલ બેઠક દરમિયાન મંત્રાલયના સચિવ અજય સાહનીએ ટ્વિટરને કહ્યુ, ભારત સરકાર અભિવ્યક્તિની આઝાદીનુ સમ્માન કરે છે. આ દેશના લોકતંત્રનો ભાગ છે અને આપણા બંધારણમાં જોગવાઈ પણ છે. પરંતુ આઝાદી નિરંકુશ નથી અને આના પર જલ્દી પ્રતિબંધ લાગુ થાય છે. બેઠકમં સરકારે જણાવ્યુ કે પ્રતિબંધોની આ વાત બંધારણની કલમ 19(2)માં લખેલી છે જેમાં સજાની પણ જોગવાઈ છે. ટ્વિટરે હાલમાં 500થી વધુ અકાઉન્ટ બેન કર્યા છે. પરંતુ ટ્વિટરે બીજા ઘણા પ્રતિબંધો નથી લગાવ્યા જે સરકારે કહ્યા હતા. ટ્વિટરે અભિવ્યક્તિની આઝાદીને અકબંધ રાખવાની જરૂરિયાતનો હવાલો આપીને કહ્યુ છે કે પત્રકારો, સામાજિક કાર્યરકોર તેમજ નેતાઓના અકાઉન્ટ પર રોક લગાવી શકીએ નહિ. ટ્વિટરે એ પણ કહ્યુ કે તે આ મામલે કોર્ટમાં પણ જશે.

RRB ઑફિસર સ્કેલ-1ની મુખ્ય પરીક્ષાના ઈન્ટરવ્યુ કૉલ લેટર જાહેરRRB ઑફિસર સ્કેલ-1ની મુખ્ય પરીક્ષાના ઈન્ટરવ્યુ કૉલ લેટર જાહેર

English summary
Twitter Controversy: Top Twitter officials in India may face arrest for non-compliance block accounts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X