For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'

એક વાર ફરીથી દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ લોકોના નિશાના પર છે, કારણ છે તેમનુ એક ટ્વીટ, જેના કારણે હાલમાં લોકો સોશિયલ મીડિયા પર તેમની સામે ઘણુ બધુ લખી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ લોકોના નિશાના પર છે, કારણ છે તેમનુ એક ટ્વીટ, જેના કારણે હાલમાં લોકો સોશિયલ મીડિયા પર તેમની સામે ઘણુ બધુ લખી રહ્યા છે. વાસ્તવમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે બુધવારે મોડી રાતે લગભગ 10.30 વાગે એક ટ્વિટ કર્યુ જેનુ કેપ્શન હતુ - કોઈએ મોકલ્યુ છે, એ ટ્વીટમાં એક વ્યક્તિ ઝાડુ સાથે હિંદુઓના પ્રતીક ચિહ્ન સ્વસ્તિકનો પીછો કરતો જોવા મળી રહ્યો હતો જેને જોતા જ લોકો ભડકી ગયા.

કેજરીવાલથી નારાજ થઈ ગયા લોકો

કેજરીવાલથી નારાજ થઈ ગયા લોકો

તમને જણાવી દઈએ કે સ્વસ્તિક સિહ્ન હિંદુઓ માટે ઘણુ શુભ અને પવિત્ર છે અને આના કારણે લોકો કેજરીવાલ સામે નિવેદનબાજી કરવા લાગ્યા. લોકોએ કેજરીવાલ પર હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને ભડકાવવાનો આરોપ લગાવ્યો. લોકોએ કેજરીવાલ પર નિમ્ન સ્તરની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે મોદીને હરાવવા માટે તમે આટલી હદે નીચે આવી જશો એ અમે વિચારી પણ નથી શકતા, શરમ આવવી જોઈએ.

ભાજપ પ્રવકતા તેજિન્દ્ર સિંહ બગ્ગાએ કર્યુ આ ટ્વિટ

ભાજપ નેતા અને દિલ્લી ભાજપના પ્રવકતા તેજિન્દ્ર સિંહ બગ્ગાએ કેજરીવાલના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યુ કે અરવિંદજી તમને મોદીજીથી વાંધો છે, તમને ભાજપથી વાંધો છે, તમને અમારાથી વાંધો છે, તમે અમને જે કહેવુ હોય એ કહી દો, અમને ગાળો આપો પરંતુ હિંદુ ધર્મના ચિહ્નોનું અપમાન ન કરો, સ્વસ્તિક આપણુ પવિત્ર ચિહ્ન છે, આપણુ પૂજા કરીએ છે આની.

બાગી નેતા કપિલ મિશ્રાએ પણ સાધ્યુ નિશાન

આમ આદમી પાર્ટીના બાગી નેતા કપિલ મિશ્રાએ પણ કેજરીવાલના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યુ છે કે હિંદુઓની નફરતમાં પાગલ થઈ ચૂક્યો છે આ માણસ. ભાજપ નેતા મનોજ તિવારીએ પણ કેજરીવાલની આ હરકતની ઘોર નિંદા કરી છે.

કેજરીવાલની આ પહેલી ભૂલ નથી

જો કે આ પહેલી વાર નથી જ્યારે કેજરીવાલ આ રીતે લોકોના નિશાના પર આવ્યા હોય. થોડા સમય પહેલા તેમણે હિંદુઓના ઈષ્ટદેવ હનુમાન વિશે પણ એક ફોટો ટ્વીટ કર્યો હતો જેના પર પણ તે સવાલોમાં ઘેરાઈ ગયા હતા.

આ પણ વાંચોઃ હેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Picsઆ પણ વાંચોઃ હેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics

English summary
Arvind Kejriwal on Wednesday put out a controversial tweet that depicted his party symbol, a broom, chasing away a ‘Hindu swastika/Nazi’ symbol.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X