Twitter: 'તમારી ઑફિસ બંધ કરાવી દઈશુ, જો ખેડૂત આંદોલનને...', જેક ડોર્સીએ કેન્દ્ર પર લગાવ્યા સનસનીખેજ આરોપ

ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ ભારત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેક ડોર્સીએ કહ્યું કે ભારત સરકાર દ્વારા ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ઘણા ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા માટે સતત દબાણ બનાવવામાં આવી રહ્યુ હતુ.

ડોર્સીએ વધુમાં કહ્યુ કે એટલું જ નહી મને ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકીઓ પણ મળી રહી હતી. આ ઉપરાંત કર્મચારીઓના ઘરે દરોડા પાડવાની ધમકીઓ પણ મળી રહી છે.

Jack Dorsey

જેક ડોર્સીએ કહ્યું કે, દેશમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન સમયે, સરકારે ઘણા નિર્ણાયક ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાની સૂચનાઓ આપી હતી. ડોર્સીએ દાવો કર્યો હતો કે ભારત સરકાર દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેમણે ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી.

જેક ડોર્સીએ કહ્યું કે અમારા ભારતીય કર્મચારીઓને પણ ખેડૂત આંદોલન સાથે સંબંધિત ટ્વિટર એકાઉન્ટ બંધ ન કરવા માટે ધમકીઓ મળી હતી. સરકાર દ્વારા તેમના કર્મચારીઓના ઘરે દરોડા પાડવામાં વાત કહેવામાં આવી હતી. તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ચીમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે આ બધું ભારત જેવા લોકતાંત્રિક દેશમાં થયું છે.

જેક ડોર્સીએ તુર્કીનું પણ ઉદાહરણ આપ્યું અને કહ્યું કે સરકાર તરફથી તેમના દેશમાં ટ્વિટર બંધ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ડોર્સીએ કહ્યું કે તેમની કંપનીએ તુર્કીમાં સરકાર સામે અનેક કેસ લડ્યા અને જીત્યા. તેમણે કહ્યું કે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં આ બાબતની અપેક્ષા નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X