કોંગ્રેસ પર ફેસબુકમાં કરી કોમેન્ટ, નોકરી ગઇ ને થઇ જેલ

ai emloyee
મુંબઇ, 26 નવેમ્બર: સોશિયલ સાઇટ ફેસબુક પર કોમેન્ટ કરવા બદલ બે યુવતીઓની ધરપકડનો કિસ્સો હજી ભુલાયો નથી અને બીજો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક પર કોંગ્રેસ સામે કોમેન્ટ કરવાને કારણે બે લોકોને 12 દિવસ સુધી જેલની હવા ખાવી પડી તેમજ એર ઇન્ડિયાએ આ કર્મચારીઓને નોકરીથી બરતરફ પણ કરી દીધા.

વર્ષ 2012ની શરૂઆતમાં ફેસબુક પર કોંગ્રેસના કેટલાક નેતાઓ પર આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટના ભંગ બદલ કે.વી.રાવ અને મયંકની ધરપકડ કરવામાં આવી હતી. બંને કર્મચારીઓ એર ઇન્ડિયાના કર્મચારી છે. ગયા વર્ષે દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે તેમને મે મહિનામાં ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. જામિન પર છૂટેલા આ બે કર્મચારીઓએ પોતાની ચુપ્પી તોડી છે.

આ બંનેએ ફેસબુક પેજ પર કોંગ્રેસી નેતાઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઝંડાનું અનાદર કરી જોક શેર કર્યો હતો. એર ઇન્ડિયાના આ બે પૂર્વ કર્મચારીઓએ દાવો કર્યો હતો કે યુનિયનની અંદરોઅંદરની દુશ્મનીના કારણે તેમની સામે સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓને પાસપોર્ટ 6 મહીના માટે જપ્ત કરી લેવાયા છે. કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા આ કર્મચારીઓ માટે એર ઇન્ડિયાના મેનેજમેન્ટે પણ હાથ ઉંચા કરી લીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X