1996 મોદીનગર બ્લાસ્ટ કેસમાં 2 દોષિયોને જનમટીપ

ઉલ્લેખનીય છે કે 27 એપ્રિલ 1996ના રોજ મોદીનગર સ્થિત યૂપી રોડવેજની બસમાં થયેલા બ્લાસ્ટમાં 24થી વધારે મુસાફરોનું મૃત્યુ થયું હતું. આ મામલામાં પોલીસે મતીન, ઇલિયાસ અને એક અન્યને આરોપી બનાવ્યો હતો.
પોલીસે મતીનને પંજાબથી પકડી પાડ્યો હતો. મતીન મૂળરૂપે પાકિસ્તાનના સિંધ પ્રાંતનો રહેનાર છે. તેમની સામે રાજસ્થાનમાં પણ બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓને અંજામ આપવાનો કેસ નોંધાયેલો છે. એક મામલામાં જયપૂરની કોર્ટ તેને જનમટીપની સજા ફટકારી ચૂકી છે. બીજી બાજું મતીને પૂર્વમાં અદાલતમાં અરજી આપીને કેસનો ઝલદી નિવેડો લાવવાની પ્રાર્થના કરી હતી.












Click it and Unblock the Notifications
