For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા 2014 ચૂંટણી માટે રાહુલની ટીમમાં બે ગુજરાતી

|
Google Oneindia Gujarati News

rahul-ahemad-madhusudan
નવી દિલ્હી, 16 નવેમ્બર : કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને લોકસભા ચૂંટણી 2014ની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને 2014ની સામાન્ય ચૂંટણીઓ માટેની કોંગ્રેસની છ સભ્યોની કૉઑર્ડિનેશન પેનલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પેનલમાં બે ગુજરાતીઓ અહેમદ પટેલ અને મધુસૂદન મિસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુરુવારે પેનલની રચના કરી હતી. જેમાં રાહુલ ગાંધીને પેનલના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. છ સભ્યોની પેનલમાં અહેમદ પટેલ, મધુસૂદન મિસ્ત્રી ઉપરાંત જનાર્દન દ્વિવેદી, દિગ્વિજય સિંહ અને જયરામ રમેશનો સમાવેશ કર્યો હતો.

સોનિયા ગાંધીએ કેટલાક ખાસ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તેના સંબંધિત કામગીરી માટે સબ પેનલની પણ રચના કરી હતી. જેમાં ચૂંટણી પૂર્વનું જોડાણ, ચૂંટણી ઢંઢેરો, સરકારી કાર્યક્રમો તથા પ્રચાર અને પ્રસારનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણામાં આવેલા સૂરજકુંડ ખાતે મળેલી કોંગ્રેસની સંવાદ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સબ પેનલમાં ચૂંટણી પૂર્વેના જોડાણ માટેની પેનલના અન્ય સભ્યોમાં એમ વીરપ્પા મોઇલી, મુકુલ વાસનિક, સુરેશ પચૌરી, જિતેન્દ્ર સિંહ અને મોહન પ્રકાશનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચૂંટણી ઢંઢેરો અને સરકારી કાર્યક્રમોની પેનલના અન્ય સભ્યોમાં એ કે એન્ટનીની સાથે પી ચિદમ્બરમ, સુશીલકુમાર શિંદે, આનંદ શર્મા, સલમાન ખુર્શીદ, સંદીપ દિક્ષીત, અજિત જોગી, રેણુકા ચૌધરી અને પી એલ પુનિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દિગ્વિજય સિંહની અધ્યક્ષતાવાળી પ્રચાર-પ્રસાર પેનલમાં અંબિકા સોની, મનીષ તિવારી, દીપેન્દ્ર હુડ્ડા, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજીવ શુક્લા અને ભક્ત ચરણદાસને સભ્ય બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસમાં શરૂ કરવામાં આવેલી તૈયારીઓ આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ બાદ આવતા વર્ષે આવી રહેલી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી સચિવાલયમાં એક સપ્તાહની અંદર ફેરબદલ કરવામાં આવશે. તેમાં પણ રાહુલ ગાંધી માટે કેટલાક નવા પદો અને જવાબદારીઓની જાહેરાત કરવામાં આવશે.

English summary
Two Gujarati in Lok Sabha 2014 Rahul Gandhi' election team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X