કર્ણાટક સરકાર પર છવાયા સંકટના વાદળો, બે મંત્રીઓના રાજીનામા

મુખ્યમંત્રી સચિવાલયમાંથી મળતી માહિતી મુજબ કર્ણાટક સરકારના બે મંત્રીઓને પોતાનું રાજીનામું સોંપી દિધું છે. સાથે જ કર્ણાટકના 14 અન્ય ધારાસભ્ય પણ રાજ્યપાલને પોતાનું રાજીનામું આપવાના છે. કહેવામાં આવે છે કે આ બધા ધારાસભ્ય પૂર્વ મુખ્યમંત્રી યેદુયુરપ્પાના અંગત છે. રાજીનામું આપનારા સીએમ ઉદાસી પીડબ્લ્યૂડી મંત્રી અને શોભા કરાંદલાજે વિજમંત્રી હતા. આ બંને મંત્રીઓએ જગદીશ શેટ્ટારને પોતાનું રાજીનામું સોંપ્યું હોવાની મુખ્યમંત્રીએ પુષ્ટિ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુયુરપ્પાએ ભાજપ સાથે પોતાનો સંબંધ પૂર્ણ કરતાં ગત વર્ષે નવી પાર્ટી બનાવી હતી. તે પહેલાં છેલ્લાં ઘણા સમયથે ભાજપમાં જોડાયેલા હતા. તેમની દ્રારા ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ નવી પાર્ટી બનાવ્યા પછી ભાજપના કેટલાય મંત્રીઓ અને ધારાસભ્યોએ રાજીનામા આપી દિધાં છે.












Click it and Unblock the Notifications
