For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં રાહત સામગ્રી ચોરી કરતા બે અધિકારીઓ પકડાયા

કેરળ પોલીસે પૂર પીડિતો માટે રાહત કેમ્પમાં વહેંચવામાં આવેલા સમાન ચોરી કરવાના આરોપમાં બે અધિકારીઓની ધરપકડ કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેરળ પોલીસે પૂર પીડિતો માટે રાહત કેમ્પમાં વહેંચવામાં આવેલા સમાન ચોરી કરવાના આરોપમાં બે અધિકારીઓની ધરપકડ કરી છે. આ મામલો કેરળના વાયનાડ જિલ્લાનો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ન્યુઝ એજેન્સી આઇએએનએસ ને જણાવ્યું કે એક બીજા સિનિયર અધિકારી ઘ્વારા આ બંને વિરુદ્ધ ફરિયાદ મળી હતી. ત્યારપછી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.

kerala flood

ફરિયાદ અનુસાર બે આરોપી એસ થોમસ અને એમપી દિનેશને નિવાસીઓએ પાનરામમ ગામમાં એક રાહત કેમ્પમાં રોક્યા હતા, જયારે તેઓ વાહનમાં રાહત સામગ્રી લોડ કરી રહ્યા હતા. જયારે ગામના લોકોએ તેમને રોક્યા ત્યારે થોમસ અને દિનેશે બીજા રાહત કેમ્પમાં સમાન પહોંચાડવાનું કહીને બચવાની કોશિશ કરી. પરંતુ ત્યાં સુધીમાં ગ્રામીણો ઘ્વારા પોલીસને તેના વિશે જાણ કરી દેવામાં આવી.

ચેંગનુંરમાં પણ એક વ્યક્તિની ધરપકડ

આ દરમિયાન ચેંગનુંરમાં પણ આ પ્રકારની ઘટના વિશે સૂચના મળી છે, જ્યાં આરોપી એક આ સ્થાયી સરકારી અધિકારી હતો. આપને જણાવી દઈએ કે કેરળમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ બની હતી. 300 કરતા પણ વધારે લોકોનો જીવ ચાલ્યો ગયો જયારે લાખો લોકો બેઘર બન્યા છે. ત્યારપછી લોકોને આશરો આપવા માટે દરેક જગ્યા પર રાહત કેમ્પ લગાવવામાં આવ્યા છે જ્યાં લોકો રહી રહ્યા છે. પરંતુ અધિકારીઓ ઘ્વારા રાહત સામગ્રી ચોરી કરવું ખુબ જ શર્મનાક છે કારણકે એક તરફ જ્યાં લોકોને ભોજન પણ નથી મળી રહ્યું ત્યાં બીજી બાજુ અધિકારીઓ ઘ્વારા કરવામાં આવી રહેલી આવી હરકત દુઃખ પહોંચાડે તેવી છે.

English summary
Two Kerala officials were arrested on Friday for embezzling relief materials in Wayanad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X