કમલા મિલ્સ આગ મામલે પબના 2 મેનેજરની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

કમલા મિલ્સમાં લાગેલ ભીષણ આગના મામલામાં મુંબઇ પોલીસે '1-Above' પબના 2 મેનેજરોની ધરપક કરી છે. મુંબઇ પોલીસે મેનેજર કેવિન બાબા અને લિસ્બન રોપરની ધરપકડ કરી છે. મુંબઇ પોલીસ અનુસાર, પૂછપરછમાં આ ઘટનાના આરોપી માલિક આ મામલે તપાસમાં સહયોગ નથી કરી રહ્યાં.

Mumbai

આગના મામલે રેસ્ટોરન્ટના માલિકો વિરુદ્ઝ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જે લોકો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે, એમાંના કેટલાક ફરાર થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, 30 ડિસેમ્બરની રાત્રે લોઅર પરેલના કમલા મિલ કંપાઉન્ડના મોજોસ લાઉન્જમાં ભીષણ આગને પરિણામે 14 લોકોનું મૃત્યુ થયું હતું. મૃતકોમાં મોટાભાગે 22થી 30 વર્ષ સુધીના લોકો હતા. આ ઉપરાંત આ ઘટનામાં 11થી વધુ લોકો ઘાયલ થયા છે.

English summary
Two managers of 1-Above pub arrested in connection with Kamala Mills Fire tragedy in mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.