પુણેમાં પોલીસ સ્ટેશનની પાસે વિસ્ફોટ, 2 ઇજાગ્રસ્ત

પુણે, 10 જુલાઇ: પુણેમાં પરાશખાના પોલીસ સ્ટેશન પાસે બોમ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એક દ્વિચક્રી વાહનની પાસે થયો. આ વિસ્ફોટમાં બે લોકોના ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. પુણે પોલીસ ઉપરાંત એટીએસની ટીમ પણ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી ગઇ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ ઓછી તિવ્રતાનો હતો. પોલીસે એમ પણ જણાવ્યું કે આ બોમ્બ એક દ્વિચક્રી વાહન પર મુકવામાં આવ્યો હતો. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. બપોરે 2 વાગ્યાને 10 મિનિટ પર આ વિસ્ફોટ થયો હતો. પોલીસના માનવા પ્રમાણે પાર્કિંગમાં ઊભેલી બાઇકની ડિગ્ગીમાં અચાનક વિસ્ફોટ થઇ ગયો.

વિસ્ફોટથી પાર્કિંગમાં ઊભેલા બે લોકો ઝખમી થઇ ગયા અને બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને એટીએસની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. જોકે વિસ્ફોટનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તેમજ હજી સુધી કોઇ પણ આતંકવાદી સંગઠને આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.

અત્રે નોંધનીય છે કે આજે દેશનું સામાન્ય બજેટ જાહેર થયું છે અને દેશની જનતાની નજર મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટ પર ટકેલી હતી. આ સમય દરમિયાન પુણેમાં આ વિસ્ફોટ થવા પામ્યો છે. અત્રે નોંધનીય છે અરૂણ જેટલી સરંક્ષણ પ્રધાન પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X