સીમા હૈદરની ભારતમાં એન્ટ્રી પર SSB એક્શનમાં, નેપાલ બોર્ડર પર બસની તપાસ કરનાર બે જવાન સસ્પેન્ડ
SSB Jawan Suspended: સીમા સુરક્ષા બળ એટલે કે, એસએસબી ભારત-નેપાલની વચ્ચે 1751 કિલોમીટરની ખુલી સરહદ પર નજર રાખવાનું કામ કરે છે. ભારત-નેપાલ વચ્ચે વીઝા વગર યાત્રા થાય છે.

Seema Haider In India: ગયા બે મહિના પહેલા પાકિસ્તાનથી ભારત આવેલ સીમા હૈદરના લીધે સીમા સુરક્ષા બલના બે જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ એ બે કર્મચારી છે જેમને નેપાલ ભારત સરહદ પર વાહનોની ચેકિંગ માટે લગાવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામં આવેલ લોકોમાં એક વ્યક્તિ ઇન્સપેક્ટર રેન્ક અને બીજો જવાન છે.
અધિકારીક સુત્રોના જણાવ્યા અનુસાર 43 મી બટાલીયનના ઇંસ્પેક્ટર સુજીત કુમાર વર્મા અને હેંડ કોસ્ટેબલ ચંદ્ રકમલ કલિતાની બેદરકારીના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બને કર્મચારીઓની ડ્યુટી યુપીની સિદ્ધાર્થ નગરમાં ભારત-નેપાલ સરહદ પર લાગી હતી. જે બસમાં સીમા એ એન્ટી કરી હતી તે બસની તપાસ તે લોકોએ જ કરી હતી.
હવે કેમ કાર્યવહી કરવામાં આવી?
સીમા નેપાલના રસ્તે ભારત આવી ગઇ હતી. તેની જાણ કોઇને ના થઇ. જ્યા સુધી ખબર મીડિયામાં નહી આવી ગઇ મીડિયાએ સીમાની વાયરલ સ્ટોરી થયા બાદ એસએસબીએ આ મામલામાં એક આતંરીક તપાસ કમીટીની બનાવી હતી. અને આ મામલે તપાસ શરુ થઇ હતી. તપાસમાં જે સામે આવ્યુ તે અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, આ મામલા પર કોઇ સંપર્ક કરવામં આવ્યો હતો તેમ છતા એસએસબીના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કઇ બોલવા તૈયાર નથી.
એસએસબી એટલે સીમા સુરક્ષા બળ ભારતના કેન્દ્રીય ગૃહમંત્રાલયને અધિન આવે છે. તેનુ કામ દેશના પૂર્વી ભાગ પર ભારત-નેપાલ વચ્ચેની સરહદ પર નજર રાખવાનુ છે.












Click it and Unblock the Notifications
