જમ્મુ કાશ્મીરના અવંતિપુરામાં એનકાઉન્ટર, બે આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના અવંતિપુરામાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અવંતિપુરામાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આ આતંકીઓ પાસેથી બે એકે-47 રાઈફલ જપ્ત કરવામાં આવી છે. જે બે આતંકીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા છે તેમની ઓળખ શાહિદ રથર અને ઉમર યુસુફ તરીકે થઈ છે. શાહિદ ત્રાલનો રહેવાસી છે જ્યારે ઉમર યુસુફ શોપિયાંનો રહેવાસી છે. એનકાઉન્ટર ખતમ થયા બાદ સુરક્ષાબળો દ્વારા સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

મીડિયા રિપોર્ટ મુજબ અથડામણ એ વખતે શરુ થઈ જ્યારે સુરક્ષાબળોની સંયુક્ત ટીમ સર્ચ અભિયાન ચલાવી રહી હતી. તેમને વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. એ વખતે જ્યાં આતંકી છૂપાયા હતા ત્યાંથી ગોળીબાર થવા લાગ્યો જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોને પણ ગોળીબાર કરવો પડ્યો. આના એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે પુલવામા જિલ્લામાં સુરક્ષાબળો સાથે આખી રાત ચાલેી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી ઠાર મરાયા છે. પોલિસે સોમવારે આ માહિતી આપી હતી. પોલિસના એક પ્રવકતાએ જણાવ્યુ કે આ મહિનાની શરુઆતમાં પોલિસ કૉન્સ્ટેબલ રિયાજ અહેમદની હત્યામાં શામેલ એક આતંકવાદી પણ આ અથડામણમાં ઠાર મરાયો હતો.
પોલિસ પ્રવકતાએ જણાવ્યુ કે પુલવામાના ગુંડીપુરમાં રવિવારે રાતે સુરક્ષાબળોએ આતંકવાદીઓને શોધવા માટે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ. તેમણે કહ્યુ કે સર્ચ અભિયાન દરમિયાન જ્યારે સુરક્ષાબળોનુ દળ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધ્યુ તો નઝીર અહેમદ મીર નામના વ્યક્તિ ઘરમાં છૂપાયેલા આતંકવાદીઓ અંધાધૂંધ ગોળીબાર શરુ કરી દીધો ત્યારબાદ વળતી કાર્યવાહી કરવામાં આવી અને એનકાઉન્ટર શરુ થઈ ગયુ.












Click it and Unblock the Notifications
