ઉત્તરી કાશ્મીરમાં સેનાએ કર્યો ગોળીબાર, બેના મોત

jammu-and-kashmir-map
શ્રીનગર, 30 જૂન: ઉત્તરી કાશ્મીરમાં બાંદીપોરા જિલ્લાના સુંબલમાં આજે સવારે સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે યુવકોના મોત નિપજ્યાં છે. ઉચ્ચ શિક્ષા મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય મોહંમદ અકબર લોને જણાવ્યું હતું કે 'આજે સવારે સેનાની ગોળીબારીમાં બે યુવકોના મોત નિપજ્યાં છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મૃત્યું પામેલા યુવકોની ઓળખ ઇરફાન અહેમદ ગનેઇ અને ઇરશાદ અહેમદ ડારના રૂપમાં કરવામાં આવી છે. બંને અહીંથી 25 કિલોમીટર દુર સુંબલ વિસ્તારમાં મારકુંડા ગામના રહેવાસી છે.

સ્થાનિક રહેવાસીઓએ આ હત્યાઓના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું જે આજે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ગોળીબારીમાં મોતને ભેટ્યાં હતા. સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે એક યુવકની હત્યામાં સેનાનો કોઇ હાથ નથી જ્યારે બીજા યુવકનું સેના દ્વારા પોતાના બચાવમાં કરવામાં ગોળીબારીમાં મોત નિપજ્યું હતું. ભીડ દ્વારા એમ્બુલન્સને આગ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવતાં સેનાએ બચાવમાં ગોળી ચલાવી હતી.

સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિપ વિશે ગુપ્ત જાણકારી મળતાં તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘેરાબંધીવાળા વિસ્તારમાં ગોળીઓની અવાજ સંભાળાયો હતો અને બાદમાં જાણવા મળ્યું કે એક યુવકનું મોત નિપજ્યું હતું.

સેના અધિકારીએ જણાવ્યું હતું કે થોડા સમય બાદ સેનાની એમ્બ્યુલન્સ જ્યારે ડોક્ટરો અને કેટલાક અન્ય કર્મચારીઓને લઇને આ વિસ્તારથી પસાર થઇ રહી હતી તો ભીડે હુમલો કર્યો અને વાહનને આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે સૈનિકોએ બચાવમાં ગોળી ચલાવી જેમાં બીજા યુવકનું મોત નિપજ્યું હતું. પરિસ્થિતી પર ધ્યાન રાખી રહેલા પોલીસ અધિકારીઓ આ ઘટના અંગે મૌન પાળીને બેઠ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X