For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ પૂરઃ યુએઈની 700 કરોડની મદદની રજૂઆત પર સીએમનું જૂઠ પકડાયુ

કેરળ સરકારે પણ 700 કરોડની ઓફર ઠુકરાવા પર મોદી સરકારની નિંદા કરી પરંતુ હવે આ ઓફરની સત્યતાનો ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં આવેલા પૂર બાદ દેશભરના લોકોએ પોતાના તરફથી મદદ કરી. ભારત સરકારે કેરળ માટે 600 કરોડની મદદની રકમની જાહેરાત કરી. અલગ અલગ રાજ્યોમાંથી પણ કેરળ માટે મદદ મોકલવામાં આવી. વળી, દેશભરના લોકોએ પણ પોતાની તરફથી દરેક સંભવ મદદ કેરળના લોકો સુધી પહોંચાડી. આ દરમિયાન એક સમાચાર આવ્યા કે યુએઈ સરકારે કેરળ માટે 700 કરોડની મદદની રજૂઆત કરી છે. કેરળમાં પૂર પીડિતોની મદદ માટે યુએઈએ 700 કરોડની મદદની રજૂઆત કરી પરંતુ ભારત સરકારે તેને ઠુકરાવી દીધી.

keral flood

સૌથી પહેલા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતાના ફેસબુક વોલ પર આ સમાચાર શેર કર્યા અને 21 ઓગસ્ટની રાતે 9.56 વાગે પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યુ કે યુએઈના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન તરફથી કેરળ માટે 700 કરોડની મદદની રજૂઆત કરવામાં આવી છે. આવુ એટલા માટે કારણકે કેરળમાંથી ભારે સંખ્યામાં લોકો યુએઈમાં નોકરી કરે છે. યુએઈની આ ઓફરને ભારત સરકારે ઠુકરાવી દીધી. ભારત સરકારે દેશના સ્વાભિમાન, વિદેશ નીતિઓનો હવાલો આપીને આ ઓફર ઠુકરાવી દીધી. ભારત સરકારે આ મનાઈ કર્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયુ. વિપક્ષી દળો કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરવા લાગી.

આ પણ વાંચોઃ કેરળઃ રાહત શિબિરોમાં સીએમ પર લોકોનો ગુસ્સો, શિબિરમાં સાપ છે પણ ભોજન-પાણી નથીઆ પણ વાંચોઃ કેરળઃ રાહત શિબિરોમાં સીએમ પર લોકોનો ગુસ્સો, શિબિરમાં સાપ છે પણ ભોજન-પાણી નથી

કેરળ સરકારે પણ આ ઓફર ઠુકરાવા પર મોદી સરકારની નિંદા કરી પરંતુ હવે આ ઓફરની સત્યતાનો ખુલાસો થયો છે. 22 ઓગસ્ટે યુએઈના પ્રિન્સ નાહયાન તરફથી કરાયેલા ટવિટમાં ભારતની દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો પરંતુ ક્યાંય પણ 700 કરોડ રૂપિયાની રજૂઆતની વાત કહેવામાં આવી નથી. હવે ભારતમાં યુએઈના રાજદૂતે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમના તરફથી ભારતને મદદનો ભરોસો આપવામાં આવ્યો છે પરંતુ 700 કરોડ રુપિયાનો આંકડો ક્યાંથી આવ્યો તે તેમને ખબર નથી. આ નિવેદન બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે શું કેરળના મુખ્યમંત્રીએ યુએઈના 700 કરોડની ઓફર અંગે જૂઠ કહ્યુ છે?

આ પણ વાંચોઃ કેરળ પૂરઃ રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત થવાનો અર્થ શું છે?આ પણ વાંચોઃ કેરળ પૂરઃ રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત થવાનો અર્થ શું છે?

English summary
UAE has not officially announced any financial aid for Kerala flood relief: envoy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X