ઉદ્ધવે કહ્યું,‘ઇમ્પોર્ટેડ છે સોનિયા ગાંધી, ઇટલી પરત જાય’
મુંબઇ, 1 સપ્ટેમ્બરઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હવે પોતાના પિતા બાળ ઠાકરે જેવી બેબાક વાણી કરવા લાગ્યા છે. આ વખતે તેમણે હુમલો યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પર કર્યો છે. તેમણે કહ્યું કે, તે ‘ઇમ્પોર્ટેડ નેતા' છે, તેમને તેમના દેશ ઇટલી મોકલી દેવા જોઇએ.
નાગપુર પાસે રામટેક મંદિરમાં શિવસૈનિકોની બેઠકને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ પહેલા રામટેકના સાંસદ મુકુલ વાસનિક પર પ્રહાર કર્યા. ક્ષેત્રમાં તમામ ખામીઓ ગણાવ્યા બાદ સીધો સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યું કે, સોનિયા તો ઇમ્પોર્ટેડ નેતા છે, તેમને દેશમાં રહેવાનો અધિકારી નથી. સારું એ જ થશે કે તે અહીંથી જતા રહે. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર નિશાન સાધ્યા.













Click it and Unblock the Notifications
