For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને પડકાર ફેંક્યો, કહ્યું- ચૂંટણીમાં તમને જરૂર હરાવશું

ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને પડકાર ફેંક્યો, કહ્યું- ચૂંટણીમાં તમને જરૂર હરાવશું

By Desk
|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ બધવારે મુંબઈમાં પાર્ટીની રેલીમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો. ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આગામી મુંબઈ લોકલ બોડી ચૂંટણીમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે લોકો શિવસેનાને ખતમ કરવાની વાત કરી રહ્યા છે, તેમને ઝડબાતોડ જવાબ આપવામાં આવે.

uddhav thackerey

તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની પાર્ટીથી મુંબઈ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાને તેની જગ્યા દેખાડવા માટે કહ્યું છે. હું તમને આ અજમાવવાનો પડકાર આપું છું. પહેલા પણ કેટલાય નિઝામ અને શાહે મુંબઈ પર કબ્જો કરવાની કોશિશ કરી, પરંતુ પોતાના નાપાક પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા. શહેર સાથે શિવસેનાનો સંબંધ અતૂટ છે અને પાર્ટી સામાન્ય મુંબઈ વાસિઓના દૈનિક જીવન સાથે ઉંડાણથી જોડાયેલી છે.ચ જ્યારે પણ જરૂરત હોય છે, અમે તેની મદદ માટે દોડી પડીએ છીએ.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઠાકરે પરિવાર અને શિવસેનાને ખતમ કરવા માટે બધા સાથે આવી રહ્યા છે. મારું કહેવું છે કે આવો અને મુકાબલો કરો, અમે તૈયાર છીએ. ઠાકરેએ કહ્યું કે, તેમની સાથે મુન્ના ભાઈ (રાજ ઠાકરે) પણ આવ્યા છે. કોઈ સમસ્યા નથી, બધાનો મુકાબલો કરશે. દેવેન્દ્ર ફડવણીસે કહ્યું કે આ અંતિમ ચૂંટણી છે, એવી રીતે લડીશું. મારું કહેવું છે કે આ તેમની અંતિમ ચૂંટણી જ હશે, પરંતુ હું મારા કાર્યકર્તાઓને કહું છું કે આપણી પહેલી ચૂંટણી છે, આ ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે.

ઠાકરેએ અમિત શાહ પર પ્રહાર કરતા કહ્યું કે અમને જમીન દેખાડવાની વાત કરે છે અમે તમને આકાશ દેખાડીશું. આજે ચૂંટણી આવ્યા બાદ મુંબઈ દેખાય છે. તમને માત્ર જમીન જોવા મળી છે આ માત્ર જમીન નથી. ઉદ્ધવે કહ્યું કે આજે હું અમિત શાહને પડકાર આપું છું તમારું કોઈ ષડયંત્ર સફળ નહીં થવા દઈએ. તમે હિન્દુ મુસ્લિમ કરી જુઓ, મુસ્લિમ પણ અમારી સાથે છે. મરાઠી- બિનમરાઠી કરાવી જુઓ, મરાઠી ગુજરાતી બધા અમારી સાથે છે.

English summary
Uddhav Thackeray challenged Amit Shah, said- We will defeat you in BMC elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X