For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ખટારા' હેલિકોપ્ટર બાદ બે ફરારી સહિત વિજય માલ્યાની 6 કાર નિલામ થશે

બે ફરારી સહિત ભાગેડૂ વિજય માલ્યાની 6 કાર નિલામ થશે

|
Google Oneindia Gujarati News

લંડનઃ ભાગેડૂ વિજય માલ્યાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લંડનની એક અદાલતે ભારતીય બેંકોના પૈસા ચૂકવવા માટે દારૂના વેપારી વિજય માલ્યાની 6 મોંઘી કાર વેચવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે કારના વેચાણથી જે રકમ મળશે તે બેંકને ચૂકવવામાં આવે. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા ભારતીય બેંકોને 9 હજાર કરોડથી વધુનો ચૂનો લગાવીને લંડન ભાગી ગયો હતો.

6 મોંઘી કાર વેચાશે

6 મોંઘી કાર વેચાશે

લંડનની અદાલતે માલ્યાની જે કારને વેચવાનો આદેશ આપ્યો છે તેમાં 4 પર્સનલ નંબર પ્લેટ (VJM) વાળી કાર છે. માલ્યાની 6 કાર મિની કંટ્રીમેન, પૉર્શે કેને રજિસ્ટ્રેશન નંબર 0007 વીજેએમ, મેબેક 62 રજિસ્ટ્રેશન નંબર વીજેએમ1, ફરારી એફ 430 રજિસ્ટ્રેશન નંબર એફ1 વીજેએમ, ફરારી (રજિસ્ટ્રેશન નંબર એફ512એમ)છે. કોર્ટે કહ્યું કે કારનું વેચાણ 4 કરોડથી ઓછામાં ન થવું જોઈએ.

યુકેની કોર્ટે કાર વેચવાનો આદેશ આપ્યો.

યુકેની કોર્ટે કાર વેચવાનો આદેશ આપ્યો.

અગાઉ માલ્યાએ બેંગ્લોર ડેબ્ટ કલેક્શન ઓથોરિટીના ફેસલાને પડકાર્યો હતો. જેમાં વિજય માલ્યાએ હારનો સામનો કરવો પડ્યો. DTRએ ફેસલો આપ્યો કે વિજય માલ્યા પર બેંકોના 6203 કરોડ રૂપિયાનું વ્યાજ બાકી છે. જેના પર યુકે કોર્ટે લંડનમાં માલ્યાના બે ઘરની તલાશી લઈ બધો જ સામાન જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

હરાજીમાં મળેલ પૈસા બેંકોને આપવામાં આવશે

હરાજીમાં મળેલ પૈસા બેંકોને આપવામાં આવશે

અગાઉ દિલ્હીની એક અદાલતે FERAના ઉલ્લંઘન સંબંધિત મામલામાં વિજય માલ્યાને ફટકાર આપી હતી અને બેંગ્લોર સ્થિત પ્રોપર્ટીને અટેચ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલામાં પહેલા જ વિજય માલ્યાને ભાગેડૂ ઘોષિત કરી દેવામાં આવ્યો છે. જ્યારે બેંગ્લોર પોલીસે વિજય માલ્યાની 159 સંપત્તિઓને માર્ક કરી લીધી છે.

21 ઓક્ટોબરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવશે પીએમ મોદી, જાણો કારણ 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવશે પીએમ મોદી, જાણો કારણ

English summary
uk court says sell vijay mallya's 6 cars to pay banks he owned 10000 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X