Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રશિયા સાથે તણાવ વચ્ચે યુક્રેનથી પાછા આવેલા ભારતીય છાત્રોએ વર્ણવી આપવીતી, કહ્યુ - સ્થિતિ ચિંતાપૂર્ણ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ વિવાદને જોતા ભારતે અહીં રહેતા ભારતીય નાગરિકોને પાછા લાવવાનુ અભિયાન શરુ કરી દીધુ છે.

નવી દિલ્લીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ વિવાદને જોતા ભારતે અહીં રહેતા ભારતીય નાગરિકોને પાછા લાવવાનુ અભિયાન શરુ કરી દીધુ છે. આના માટે વધુ ઉડાનોને શરુ કરવામાં આવી જેથી લોકો સુરક્ષિત સ્વદેશ પાછા આવી શકે. આજે સવારે યુક્રેનથી દિલ્લી પહોંચેલી ફ્લાઈટમાં પાછા આવેલા ભારતીય નાગરિકોએ યુક્રેનની સ્થિતિ પર પોતાનો અનુભવ શેર કર્યો. એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી ભારતીય નાગરિક યુક્રેનની રાજધાની કીવથી દિલ્લી પહોંચ્યા. વિમાનથી પાછા આવેલા મોટાભાગના છાત્રો છે કે જે ભારતીય દૂતાવાસના સૂચન બાદ યુક્રેનથી અસ્થાયી રીતે પાછા આવ્યા છે.

student

મંગળવારે એરપોર્ટ પર આ લોકોની રાહમાં પરિવારવાળાની ભારે ભીડ જોવા મળી. યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા ધ્રૂવ મલ્હોત્રાએ દિલ્લી પાછા આવ્યા બાદ કહ્યુ કે હાલમાં યુક્રેનમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે, સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ તણાવ વધતો લાગી રહ્યો છે જેના કારણે અમને પાછા આવવાનુ સૂચન કરવામાં આવ્યુ હતુ. ધ્રૂવ કે જ વૃંદાવનમાં રહે છે તેણે જણાવ્યુ કે તેના દોસ્ત પણ જલ્દી પાછા આવશે. આગલા અમુક દિવસોમાં એર ઈન્ડિયાની બીજી વધુ ફ્લાઈટો જવાની છે જે લોકોએ ટિકિટ બુક કરાવી છે તે પાછા આવશે.

વિશેષ ઉડાન શરુ

તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયા યુક્રેનથી દિલ્લી માટે 24 અને 26 ફેબ્રુઆરીએ પણ વિશેષ ઉડાન પૂરી પાડી રહ્યુ છે. એવામાં જો ભારતીય નાગરિક પાછા આવવા માંગતા હોય તો તે આ વિમાનથી પાછા આવી શકે છે દિલ્લીથી યુક્રેન મેડિસિનનો અભ્યાસ કરવા ગયેલા મોહમ્મદ અલ્ફેઝે કહ્યુ કે યુક્રેનના લોકોમાં ઘણો વધુ તણાવ છે. હાલમાં સ્થિતિ સામાન્ય છે પરંતુ છાત્રો ઘણા ચિંતિત છે. હવે ક્લાસ ઑનલાઈન થશે, મારા અભ્યાસ પર આની અસર પડશે કારણકે પ્રેકટીકલ પણ પ્રભાવિત થશે. અમે ત્યારે જ પાછા જઈ શકીશુ જ્યારે સ્થિતિ સામાન્ય થશે.

ટિકિટના ભાવ ઘણા વધુ

એમબીસીએસનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગયેલા મોહમ્મદ જીશાને પાછા આવ્યા બાદ કહ્યુ કે અમારા દોસ્ત જલ્દી પાછા આવશે. જ્યારે પણ લોકોની ટિકિટ બુક થઈ રહી છે લોકો પાછા આવી રહ્યા છે. જે ટિકિટ ઑનલાઈન ઉપલબ્ધ છે તે ઘણી મોંઘી છે. સોનીપત નિવાસી નિકિતા પણ યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગઈ હતી. દિલ્લી પાછા આવ્યા બાદ તેણે કહ્યુ કે ટિકિટના ભાવ 66 હજાર રુપિયાથી વધુ છે કે જે સામાન્ય રીતે 26 હજાર રુપિયાના હોય છે. અમે કોઈ પણ રીતે ટિકિટના પૈસા મેનેજ કર્યા. પરંતુ બીજા માટે આ મુશ્કેલીભર્યુ હોઈ શકે છે. ત્યાં કોઈ મોટી મુશ્કેલી નહોતી પરંતુ સુરક્ષાને જોતા પાછા આવવાનો નિર્ણય લીધો.

ફ્લાઈટની સંખ્યા ઓછી

પટિયાલાના રાજેશ રાણા જેમની દીકરી હર્ષિતા યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરવા માટે ગઈ હતી. તે પણ પાછી આવી ગઈ છે. રાજેશ રાણાએ જણાવ્યુ કે વાપસી માટે બહુ વધુ ફ્લાઈટો નથી. એ ઘણી મોંઘી છે. વધુ ફ્લાઈટો ઉપલબ્ધ હોત તો સારુ હતુ. ટર્કિશ એરલાઈન્સના વિમાનથી પાછા આવેલા દિવ્યમે જણાવ્યુ કે અમને ખબર નથી કે સીમા પર સ્થિતિ શું છે. દૂતાવાસ તરફથી અમે પાછા જવાનુ સૂચન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ છાત્રો પાછા જવા લાગ્યા. હવે ક્લાસ ઑનલાઈન થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X