Video : ઉમા ભારતીએ મોદીને કહ્યા વિનાશ પુરુષ

નવી દિલ્હી, 18 એપ્રિલ : ભારતમાં લોકસભા ચૂંટણી 2014માં અંતિમ તબક્કામાં છે. ત્યારે ચૂંટણી ખતમ થતા પૂર્વે પોતાનો આક્રમક વાર કરતા કોંગ્રેસે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં એક સનસનીખેજ વિડીયો બહાર પાડ્યો છે.

કોંગ્રેસ પાર્ટીએ આર્કાઇવ્સમાંથી એક વિડિયો બહાર પાડ્યો છે. જેમાં ભાજપના નેતા ઉમા ભારતી નરેન્દ્ર મોદીને વિકાસ પુરુષને બદલે વિનાશ પુરુષ કહી રહ્યા છે. સાથે દાવો કરી રહ્યા છે કે આ જ મોદીની વાસ્તવિકતા છે.

uma-modi

અત્યારે તો ઉમા ભારતી નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરે છે. તેમને વિકાસ પુરુષ ગણાવે છે. પરંતુ આ વિડિયોએ તેમની પોલ ખોલી છે. વિડિયોમાં ઉમા ભારતીએ નરેન્દ્ર મોદીને તાનાશાહ ગણાવ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે આ વિડિયો એ સમયનો છે જ્યારે ઉમા ભારતી ભાજપમાંથી બહાર નીકળી ગયા હતા અને પાર્ટી સાથે તેમના સંબંધો સારા ન હતા. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

ઉમાએ જણાવ્યું હતું કે મોદીની સભામાં લોકોની ભીડ તેમને સાંભળવા નહીં પણ જોવા આવે છે. ઉમા ભારતી ભોપાલથી ચૂંટણી લડવા ચાહતા હતા આમ છતાં પાર્ટીએ તેમને ઝાંસીથી ટીકિટ આપી હતી. પાર્ટી તેમને રાયબરેલીમાં સોનિયા ગાંધી સામે ટીકિટ આપવા માંગતી હતી પણ તેમણે ઇનકાર કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X