For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘણી બાબતોમાં ગુજરાત કરતાં આગળ છે મધ્યપ્રદેશ: ઉમા ભારતી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

uma-bharati
ભોપાલ, 9 એપ્રિલ: ભાજપાની નવનિયુક્ત ઉપાધ્યક્ષ ઉમા ભારતીઈ કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ત્રીજીવાર સરકાર બનાવશે પરંતુ બધા કાર્યકર્તાઓએ સાથે મળીને અપેક્ષા કરતાં 25 થી 30 વધુ સીટ લાવશે. ઉમા ભારતીએ શિવરાજ સિંહ ચૌહાણની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ઘણી બાબતોમાં મધ્ય પ્રદેશ ગુજરાત કરતાં આગળ છે.

ઉમા ભારતીએ ભાજપ કાર્યાલયમાં નવનિયુક્ત પદાધિકારીઓના સ્વાગત સમારોહ કાર્યક્રમમાં કહ્યું હતું કે આગામી વિધાનસભા ચુંટણીમાં ના ફક્ત ભાજપની સરકાર બનશે પરંતુ મુખ્યમંત્રી અને પાર્ટીને જેટલી સીટો અપેક્ષા છે તે કરતાં આપણે 25 થી 30 સીટ વધુ લઇ આવીશું.

ઉમા ભારતીએ કહ્યું હતું કે વર્ષ 2003ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો સંહાર કર્યો હતો જ્યારે વર્ષ 2008ની ચુંટણીમાં તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો અને આગામી વિધાનસભાની ચુંટણીમાં પિંડદાન કરવામાં આવશે. ઉમા ભારતીએ કહ્યું હતું કે આજે તે આઠ વર્ષ બાદ ભાજપ કાર્યાલયમાં આવી છે પરંતુ આ દરમિયાન તે પૂર્વજોની ભાવનાઓ અને રાષ્ટ્રવાદથી અલગ થઇ નથી. તેમને કહ્યું હતું કે ભાજપથી અલગ થયા બાદ તેમની પાસે કેટલાય પ્રલોભન આવ્યા હતા તે રામનું નામ અને હિન્દુત્વને છોડી દે તો કોઇપણ પાર્ટી તેમને લઇ શકે છે પરંતુ તે પોતાની વિચારધારાથી ક્યારેય અલગ થઇ નહી.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પ્રશંસા કરતાં ઉમા ભારતીએ કહ્યું હતું કે રાજ્યમાં ગત વર્ષોમાં જેટલો વિકાસ થયો છે તેનાથી દુનિયાના લોકો ચકિત છે અને કેટલીક બાબતોમાં તો મધ્યપ્રદેશ, ગુજરાત કરતાં પણ આગળ છે. તેમને કહ્યું હતું કે આજે દેશમાં એક નબળી સરકાર અને નબળા વડાપ્રધાન છે. તેમને કહ્યું હતું કે કોંગ્રેસનો પ્રયત્ન છે કે આગામી લોકસભાની ચુંટણી બાદ જો યુપીએ સરકાર સત્તામાં આવી ન શકી તો એનડીએ પણ સત્તામાં આવી ન શકે.

તેમને કહ્યું હતું કે આ દેશ મધમાખીનો મધપૂડો નથી પરંતુ આ હિન્દુઓના 33 કરોડ દેવી-દેવતાઓનો દેશ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ અવસર પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહનો આભાર માનતાં કહ્યું હતું કે પોતાની કાર્યસમિતિમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ મધ્યપ્રદેશને આપ્યું છે. તેમને કહ્યું કે બધી નવયુક્ત પદાધિકારી ના ફક્ત 2013માં યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને સતત ત્રીજી વાર જીતાડવામાં પરંતુ 2014માં યોજાનારી લોકસભાની ચુંટણી બાદ કેન્દ્રમાં બનનારી એનડીએ સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્વંયને મધ્યપ્રદેશના વિકાસ માટે સમર્પિત બતાવતાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આ મંજીલ નથી ફક્ત એક પડાવ છે અને મધ્ય પ્રદેશને વધુ આગળ વધારવાનો છે.

English summary
Claiming that MP was "ahead of Gujarat" in development, Uma Bharti on Monday said the party would add to its tally in this year's assembly elections under leadership of Chief Minister Shivraj Singh Chouhan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X