Unacademy એક ટીચરને લઈને ઘેરાઈ વિવાદોમાં, જાણો સ્ટાર્ટઅપની અંદરની કહાની...

Unacademy Controversy: એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડેમી તેના એક શિક્ષકની હકાલપટ્ટી માટે હાલમાં ચર્ચાનુ કેન્દ્ર બનેલ છે. વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા વિનંતી કરનાર શિક્ષક કરણ સાંગવાનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આવો જાણીએ અનએકેડમી વિશે.

પોતાના શિક્ષકને બરતરફ કર્યા પછી, જ્યારે અનએકેડમી પર ચારે બાજુથી સવાલો ઉભા થવા લાગ્યા ત્યારે એક નિવેદનમાં તેમણે કહ્યું કે વર્ગ વ્યક્તિગત વિચારો શેર કરવાની જગ્યા નથી.

karan sangwan

તમને જણાવી દઈએ કે અનએકેડેમી પ્લેટફોર્મ 2022માં મોટા પાયે કર્મચારીઓની બરતરફીને લઈને ચર્ચામાં આવ્યું હતું. આજે એક શિક્ષકને બરતરફ કર્યા પછી લોકોએ તે બધા શિક્ષકોને યાદ કર્યા જેમને 2022માં કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

7 નવેમ્બર 2022ના રોજ અનએકેડેમીએ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ ગૌરવ મુંજાલે કર્મચારીઓને જણાવ્યું હતુ કે કંપની કર્મચારીઓની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો કરવા જઈ રહી છે. તે વર્ષની શરૂઆતથી અનએકેડમીએ અત્યાર સુધી 800થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે. કંપનીના 10 ટકાવાળા સ્ટેટમેન્ટ મુજબ 350 કર્મચારીઓની છટણી કરવાની હતી. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષમાં આ આંકડો વધ્યો છે.

નોંધનીય છે કે વર્ષ 2015માં ગૌરવ મુંજાલે રોમન સૈની અને હેમેશ સિંહ સાથે મળીને અનએકેડમી પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. અગાઉ મુંજાલ એકલા હાથે તેને યુટ્યુબ ચેનલ તરીકે ચલાવતા હતા. જ્યારે 2015માં તેેને લૉન્ચ કરવામાં આવ્યુ ત્યારે તે વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદ કરવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું હતું.

પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓમાં વધુને વધુ લોકપ્રિય બન્યું. આનાથી વિદ્યાર્થીઓને ઘણી મદદ મળી. આ દરમિયાન, કોરોના રોગચાળો તેના માટે વરદાન તરીકે સાબિત થયો. કોરોનાના સમયે સ્માર્ટફોનના વધતા ઉપયોગને કારણે વિદ્યાર્થીઓએ અનએકેડમીની મદદથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું.

નાણાકીય વર્ષ 2021ની વાત કરીએ તો કંપનીની આવક લગભગ 400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. કંપનીએ પોતાની બ્રાન્ડને મજબૂત અને લોકપ્રિય બનાવવા માટે તેમાં ઘણું રોકાણ પણ કર્યું હતું. આજે અનએકેડેમી સમગ્ર દેશમાં 10 ઑફલાઇન કેન્દ્રો ધરાવે છે. કંપનીએ ઑનલાઈન ગ્રોથ પર પણ ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે ઑફલાઇન વૃદ્ધિ ઑનલાઇન વૃદ્ધિ કરતાં ઘણી ધીમી હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કરણ સાંગવાન નામના શિક્ષકે ઑનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે તેઓ શિક્ષિત ઉમેદવારને મત આપે. જેથી તમારે જીવનમાં ફરી આ બધાનો સામનો ન કરવો પડે. સાંગવાને વધુમાં કહ્યું કે માત્ર એવા વ્યક્તિને પસંદ ન કરો, જે પોતાનું નામ કેવી રીતે બદલવું તે જાણે છે. આ વીડિયો X (Twitter) પર થોડી જ વારમાં ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો.

અહીં જુઓ કરણ સાંગવાનનો વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X