લાશોને સાચવવાની બોડી એમ્બેલિંગ પ્રક્રિયા સમજો, ઓડિશા અકસ્માતના મૃતકોની લાશો આ રીતે જ સચવાશે
ઓડિશામાં થયેલા કોરોમંડલ એક્સપ્રેસના ભયાનકથી હજુ પણ શોકનો માહોલ છે. આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. જો કે આમાંથી માત્ર 151 લોકોની જ ઓળખ થઈ છે. બીજા અજ્ઞાત મુસાફરોના મૃતહેદને સાચવવામાં આવશે.
અહેવાલો અનુસાર, જે મૃતદેહોની ઓળખ નથી થઈ તે મૃતદેહોને એમ્બેલિંગ દ્વારા સાચવવામાં આવશે. ઓડિશા સરકારે મૃતદેહોને લઈ જવા માટે મફત વ્યવસ્થાની પણ જાહેરાત કરી છે. મુખ્ય સચિવ અનુસાર, યોગ્ય પ્રક્રિયા બાદ તમામ મૃતદેહોને તેમના સંબંધિત સ્થાનો પર ટ્રાન્સફર માટે સોંપવામાં આવ્યા છે.

બીજી તરફ અહીં ટોચના ડોકટરો અને ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ મૃત શરીરના એમ્બેલિંગ સુવિધા માટે બાલાસોર પહોંચી છે. એનાટોમી વિભાગ મૃતદેહોને એમ્બેલિંગ તકનીકો દ્વારા સાચવશે અને ફોરેન્સિક મેડિસિન ટીમને પોસ્ટમોર્ટમ હાથ ધરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
તમામ પ્રકિયા વચ્ચે ઓડિશા સરકારે કહ્યું છે કે, તમામ મૃતદેહોની ઓળખ કરવામાં આવે જેથી અંતિમ સંસ્કાર થઈ શકે. હાલ ગરમીમાં મૃતદેહોની જાળવણી એક પડકાર છે. આ પહેલા મુખ્ય સચિવે કહ્યું હતું કે, ગરમ હવામાનમાં મૃતદેહ ઝડપથી સડી રહ્યા છે તેથી રાજ્ય કાયદા મુજબ તેનો નિકાલ કરતા પહેલા વધુમાં વધુ બે દિવસ રાહ જોઈ શકે છે.
એમ્બલમિંગ પ્રક્રિયામાં અવશેષોને અસ્થાયી રૂપે સાચવવા અને વિઘટનની પ્રક્રિયાને ધીમી કરવા શરીર પર રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા હજારો વર્ષોથી વિવિધ સ્વરૂપોમાં પ્રચલિત છે. અંતિમ દર્શન માટે મુકાતા શબમાં પણ આ કરાય છે.
જો કે આ મુદ્દે રાજ્યોના પોતપોતાના કાયદા છે. જો કે એ ફરજિયાત છે કે જ્યારે કોઈ મૃતદેહને રાજ્ય બહાર અથવા આંતરરાષ્ટ્રીય સરહદ પાર લઈ જવાના હોય. જો મૃત્યુના સમય અને નિર્ધારિત અંતિમ સંસ્કાર વચ્ચે એક અઠવાડિયું કે તેથી વધુ સમય હોય તો એમ્બાલિંગની જરૂર પડી શકે છે.












Click it and Unblock the Notifications
