For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યાં વીત્યુ હતુ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમનું બાળપણ એ ઘરની થશે હરાજી

દાઉદ ઈબ્રાહીમ પર શિકંજો કસવા હેઠળ મુંબઈ સ્થિત તેની 14 સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અંડરવર્લ્ડ ડૉન અને મુંબઈ ધમાકાના મુખ્ય ષડયંત્રકાર દાઉદ ઈબ્રાહીમ પર શિકંજો કસવા હેઠળ મુંબઈ સ્થિત તેની 14 સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્મગલિંગ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપુલેટર્સ ઑથોરિટી (સાફેમા)ના અધિકારીઓએ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમની રત્નાગિકીના ખેદ સ્થિત 14 સંપત્તિઓની યાદી તૈયાર કરી લીધી છે. ટૂંક સમયમાં તેની હરાજી કરવામાં આવશે. આ સંપત્તિઓમાં એ ઘર પણ શામેલ છે જ્યારે દાઉદનું બાળપણ વીત્યુ હતુ અને એક પેટ્રોલ પંપ હરાજીનો હિસ્સો બનશે.

dawood

હાલમાં સંપત્તિ પર સરકારનો કબ્જો

સાફેમા અને આવકવેરા અધિકારીઓ સાથે પ્રોપર્ટીઝની કિંમતનો અંદાજો લગાવનારાઓએ પણ યાદી તૈયાર કરવામાં મદદ કરી છે. આ લોકોએ અધિકારીઓને માર્કેટ રેટના હિસાબે આ સંપત્તિઓની બેઝ પ્રાઈઝ નક્કી કરી છે અને આ બેઝ પ્રાઈસ પર પ્રોપર્ટીની હરાજી થશે. આ પ્રોપર્ટીઝમાં એવી ઘણી છે જે દાઉદની મા અમીના બી અ બહેન હસીના પારકરના નામે છે. બધી સંપત્તિઓ આજે સંપૂર્ણપણે ખાલી પડી છે અને ખરાબ હાલતમાં છે. હાલમાં આના પર સરકારનું નિયંત્રણ છે. એપ્રિલ મહિનામાં સાફેમાએ સાઉથ મુંબઈમાં સ્થિત દાઉદના એક રહેણાંક એપાર્ટમેન્ટ હરાજી કર્યા હતા. અહીં તેની બહેન હસીના પારકર રહેતી હતી. આ ફ્લેટની કિંમત 1.69 કરોડ રિઝર્વ રાખવામાં આવી હતી અને તે 1.80 કરોડમાં વેચાયુ હતુ. આ ફ્લેટ નાગપાડામાં ગાર્ન ટાવરમાં છે.


વર્ષ 2015માં થઈ હતી હરાજી

અધિકારીઓનું કહેવુ છે કે પ્રોપર્ટીને વધુ પાંચ વર્ષ પ્રોપર્ટીઝ સાથે હરાજી કરવામાં આવી હતી. લગભગ 20 ગ્રાહકોએ હરાજીની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. વર્ષ 2015માં આ દાઉદની અમુક બીજી સંપત્તઓની હરાજીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. ત્યારબાદ સરકારે ફરીથી પકમોડિયા સ્ટ્રીટ સહિત અમુક બીજી સંપત્તિઓની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પકમોડિયા સ્ટ્રીટમાં પણ દાઉદનું એક ઘર હતુ. આ ઉપરાંત એ વર્ષે ભિંડી બજારની યાકૂબ ગલીમાં સ્થિત બે માળનું શબનમ ગેસ્ટ હાઉસ, પકમોડિયા સ્ટ્રીટ પર હોટલ રોનક અફરોઝ અને દાઉદના બાળપણનું ઘર ડામરવાલા બિલ્ડિંગની હરાજી કરવામાં આવી હતી. વર્ષ 2015માં હોટલ અફરોઝ 4.28 કરોડમાં ગઈ હતી જો કે બોલી લગાવનાર વ્યક્તિ આ રકમ ભેગી કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણ નહિ આ અભિનેત્રી હતી પીકૂ માટે પહેલી પસંદઆ પણ વાંચોઃ દીપિકા પાદુકોણ નહિ આ અભિનેત્રી હતી પીકૂ માટે પહેલી પસંદ

English summary
Underworld don Dawood Ibrahim's properties in Mumbai to be auctioned.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X