For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2018: શિક્ષણમાં ડિજિટલાઇઝેન, બ્લેક બોર્ડના સ્થાને સ્માર્ટ બોર્ડ

કેન્દ્રિય બજેટ 2018માં અરુણ જેટલીએ શિક્ષણ ક્ષેત્રે ડિજિટલાઇઝેશનની વાત કરીશાળાઓને આધુનિક બનાવવામાં આવશેનવી સરકારી મેડકિલ કોલેજો અને હોસ્પિટલોની સ્થાપના કરવામાં આવશે

By Shachi
|
Google Oneindia Gujarati News

બજેટ 2018ની રજૂઆત દરમિયાન નાણાં મંત્રી અરુણ જેટલીએ ઘોષણા કરી હતી કે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સરકાર ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપશે. શિક્ષણની ગુણવત્તા સુધારવામાં ટેક્નોલોજીનું મોટું યોગદાન છે. આ સાથે જ તેમણે શિક્ષણ ક્ષેત્રે સુધારા માટે મહત્વપૂર્મ ઘોષણાઓ કરી હતી. તેમણે કહ્યું કે, પ્રી નર્સરીથી લઇને ધોરણ 12 સુધી એકસમાન શિક્ષણ નીતિ હશે. શાળાઓને આધુનિક બનાવવામાં આવશે, બ્લેક બોર્ડનું સ્થાન સ્માર્ટ બોર્ડ લેશે. આદિવાસીઓ માટે એકલવ્ય વિદ્યાલય બનશે. વર્ષ 2022 સુધી 50 ટકા અનુસૂચિત જનજાતિ એટલે કે ઓછામાં ઓછા 20 હજાર આદિવાસીઓ માટે નવોદય વિદ્યાલય સમાન એકલવ્ય સ્કૂલ હશે.

busget 2018 education

તેમણે આગળ કહ્યું કે, ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટી બનશે. આયોજન અને આર્કિટેક્ચર માટે બે નવી પૂર્ણકાલિક શાળા ખોલવામાં આવશે. શિક્ષણમાં સુધારા માટે આગામી 4 વર્ષોમાં 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થશે. મેડિકલ અભ્યાસ અંગે વાત કરતાં અરુણ જેટલીએ કહ્યું કે, દેશભરમાં 24 નવી સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સ્થાપવા કરવામાં આવશે. શિક્ષકો માટે એકીકૃત બીએડ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, આ વર્ષે પ્રધાનમંત્રી અનુસંધાન અધ્યેતા કાર્યક્રમની શરૂઆત થશે. વર્ષ 2022 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા માટે 'Rise' નામનું અભિયાન શરૂ થશે. સરકાર તરફથી શરૂ કરવામાં આવેલ દીક્ષા ડિજિટલ પોર્ટલથી શિક્ષકોના કૌશલ્યમાં વધારો થયો છે.

English summary
Union Budget 2018: Know about what is for education sector in this budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X