Union Budget 2023 : ઇન્કમ ટેક્સ સ્લેબ પર સૌની નજર, જાણો હાલની સ્થિતિ

Union Budget 2023 : દેશમાં કમાણી માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેઓ તે મર્યાદા કરતાં વધુ કમાય છે તેમની પાસેથી ટેક્સ લેવામાં આવે છે. તેને આવકવેરો કહેવામાં આવે છે. તે વ્યક્તિની કમાણી અનુસાર લેવામાં આવે છે.

Union Budget 2023 : જ્યારે પણ બજેટ આવે છે, ત્યારે દરેક વ્યક્તિ બજેટની વાત કરતો થઇ જાય છે. બજેટમાં સૌની નજર ઇન્કમ ટેક્સ સ્લેબ પર મળનારી છૂટ પર રહે છે. કારણ કે, આ બજેટનો એવો ભાગ જેની અસર બહોળા વર્ગ પર થાય છે. આવા સમયે નોકરી કે ધંધા કરવાવાળા જે ઇન્કમ ટેક્સ ભરતા હોય કે ન ભરતા હોય પણ તમામ વર્ગ આ ભાગમાં રસ ધરાવે છે.

Union Budget 2023

લોકોને નવા નાણાકીય વર્ષથી ઘણી આશા છે. કારણ કે, તેમાં નવું બજેટ લાગુ કરવામાં આવ્યું છે. નવા બજેટમાં જે પણ જાહેરાતો કરવામાં આવે છે, તેનો અમલ કરવામાં આવે છે. આ અહેવાલમાં આપણે ફક્ત આવકવેરાની વાત કરી રહ્યા છીએ. દેશના તમામ કમાતા લોકો પાસેથી આવકવેરો લેવામાં આવે છે. તે લોકોની આવકનો એક ભાગ છે.

આવકવેરા સ્લેબ

જો કોઈ વ્યક્તિની આવક ટેક્સ સ્લેબ અનુસાર નથી, તો તેણે તેની આવક પર ટેક્સ ચૂકવવો પડતો નથી. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2021-22 મુજબ, જો નવી કર વ્યવસ્થા અનુસાર આવકવેરો ભરવાનો હોય, તો 2.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર પણ પહેલાની જેમ 5 ટકા ટેક્સ લાગે છે.

બીજી તરફ અન્ય ટેક્સ સ્લેબની વાત કરીએ તો 5 લાખથી 7.5 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટેક્સ લાગે છે. 7.5 લાખથી 10 રૂપિયા સુધીની આવક પર હવે 15 ટકા ટેક્સ લાગે છે. 10 લાખથી 12.5 લાખ રૂપિયાની આવક પર હવે 20 ટકા ટેક્સ લાગે છે. 12.5 લાખથી 15 લાખ રૂપિયાની આવક પર હવે 25 ટકા ટેક્સ લાગે છે. 15 લાખથી વધુની કમાણી કરનારાઓ પર પહેલાની જેમ 30 ટકા ટેક્સ લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X