મોદી કેબિનેટે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગને આપી મંજૂરી

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે શુક્રવારે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના બિલ, 2017ને મંજૂરી આપી હતી. આ બિલ હેઠળ કેન્દ્ર સરકાર ચિકિત્સા શિક્ષા વ્યવસ્થાને પહેલાં કરતા વધુ પારદર્શી અને ગુણવત્તાવાન બનાવવા માટે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગનું ગઠન કરશે. આ આયોગ ભારતીય ચિકિત્સા પરિષદ(એમસીઆઈ)ની જગ્યા લેશે. ઉલ્લેખનીય છે કે,એમસીઆઈ ભારતમાં મેડિકલ શિક્ષાના નિરીક્ષણવાળી સર્વોચ્ચ સંસ્થા હતા. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં આ બિલને મંજૂરી મળી હતી. આથી હવે સરકાર વર્તમાન શિયાળુ સત્રમાં સંસદમાં આ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

modi cabinet

આ બિલ અનુસાર, રાષ્ટ્રીય ચિકિત્સા આયોગમાં 20 સભ્યો હશે. આયોગના અધ્યક્ષ અને સભ્યોની ચૂંટણી કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી કમિટી કરશે. બિલ અનુસાર, રાષ્ટ્રીય ચિકિત્સા આયોગમાં 4 સ્વાયત્ત બોર્ટનું ગઠન કરવામાં આવશે. આ ચારેય સંસ્થાઓ મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યૂએશનની શિક્ષા, કોલેજોને માન્યતા આપવી, નિરીક્ષણ કરવું, કોઇ માનક પૂર્ણ ન કરવા પર દંડ કરવો જેવા કાર્યો કરશે. નોંધનીય છે કે, નીતિ આયોગ દ્વારા એમસીઆઈને સમાપ્ત કરી રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના ગઠનનું સૂચન કેન્દ્ર સરકારને કર્યું હતું.

English summary
Union cabinet approves national medical commission bill, 2017, relacing MCI.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.