For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શક્તિ પ્રદર્શન કરીને રાજનાથ સિંહે કર્યુ નામાંકન, ભાજપના ઘણા નેતાઓ રહ્યા હાજર

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે લખનઉ લોકસભા સીટથી આવેદન પત્ર ભરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે લખનઉ લોકસભા સીટથી આવેદન પત્ર ભરી દીધુ છે. નામાંકન ભરતા પહેલા ગૃહમંત્રીએ લખનઉથી હનુમાન સેતુ સ્થિત મંદિરમાં પૂજા અર્ચના કરી. તમને જણાવી દઈએ કે રાજનાથ સિંહે પાર્ટી કાર્યાલયથી કલેક્ટ્રેટ સુધી શક્તિ પ્રદર્શન કર્યુ. આ દરમિયાન પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, રાજ્યના બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય તેમજ ડૉ. દિનેશ શર્મા પણ હાજર રહ્યા.

રાજનાથ સિંહે કર્યુ નામાંકન

રાજનાથ સિંહે કર્યુ નામાંકન

લખનઉ લોકસભા સીટ પર પાંચમાં ચરણમાં એટલે કે 6 મેના રોજ મત આપવામાં આવશે. આના માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ભાજપના અનુસૂચિત મોરચાના પ્રદેશ અધ્યક્ષ કૌશલ કિશોરે એક સાથે નામાંકન દાખલ કર્યુ. આ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરીથી હજરતગંજમાં ચક્કાજામ લાગી ગયો. તમને જણાવી દઈએ કે રોડ શો પહેલા રાજનાથ સિંહે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યુ, ‘હું દેશના 10 રાજ્યોમાં પ્રવાસ કરી ચૂક્યો છુ જે રીતનો ઉત્સાહ ઉત્તરપ્રદેશ અને લખનઉમાં છે તે જ રીતનો ઉત્સાહ આખા દેશમાં છે. તમિલનાડુ અને કેરળમાં પણ નરેન્દ્ર મોદીનો જુવાળ છે. નરેન્દ્ર મોદી જ દેશના પ્રધાનમંત્રી બનવા જોઈએ.'

પાર્ટી કાર્યાલયથી શરૂ થયો રોડ શો

પાર્ટી કાર્યાલયથી શરૂ થયો રોડ શો

રાજનાથ સિંહનો મંગળવારે પાર્ટી કાર્યાલયથી રોડ શો શરૂ થયો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા તેમજ સમર્થક શામેલ થયા. રોડ શો પહેલા ગૃહમંત્રીએ લખનઉથી હનુમાન સેતુ સ્થિત મંદિરમાં પૂજા-અર્ચના કરી. તમને જણાવી દઈએ કે રાજનાથ સિંહનો રોડ શો હજરત ગંજ, મહાત્મા ગાંધી માર્ગ થઈને કલેક્ટ્રેટ પહોંચ્યો. આ દરમિયાન ઠેર ઠેર ગૃહમંત્રી રાજનાથ સિંહનું સ્વાગત પણ કરવામાં આવ્યુ.

2014માં લડ્યા હતા લખનઉથી ચૂંટણી

2014માં લડ્યા હતા લખનઉથી ચૂંટણી

તમને જણાવી દઈએ કે રાજનાથ સિંહ 2014માં પહેલી વાર લખનઉથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન તેમણે ભારે મતોથી જીત નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી લખનઉ સીટ પર ભાજપનો કબ્જો છે.

આ પણ વાંચોઃ આઝમના 'ખાખી અંડરવિયર'વાળા નિવેદન પર શું બોલી નાની વહુ અપર્ણા યાદવઆ પણ વાંચોઃ આઝમના 'ખાખી અંડરવિયર'વાળા નિવેદન પર શું બોલી નાની વહુ અપર્ણા યાદવ

English summary
Union Home Minister Rajnath Singh files his nomination from Lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X