
જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થશે CAA, રોહિંગ્યાઓને કરીશુ બહારઃ કેન્દ્રીય મંત્રી
નાગરિકતા સુધારા કાયદો (CAA) પર થઈ રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યુ છે કે આ કાયદો જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થશે. રોહિંગ્યા શરણાર્થીઓને અહીંથી જવુ પડશે. તેમણે કહ્યુ કે રોહિંગ્યાઓને જમ્મુ કાશ્મીરમાંથી બહાર કરવામાં આવશે. તેમના દેશનિકાલ માટે અમે પૂરી તૈયારી કરીશુ. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે આ લોકો જમ્મુ કાશ્મીરમાં કેમ આવ્યા, શું તેમનો હેતુ અહીંની જનસંખ્યા બદલવાનો હતો, એની પણ તપાસ કરવામાં આવશે.

કેવી રીતે આવ્યા બંગાળથી જમ્મુ સુધી?
CAA માટે પશ્ચિમ બંગાળમાં ખૂબ જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેનુ નેતૃત્વ ખુદ ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનર્જી કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે આ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ નહિ થવા દે. આના પર જિતેન્દ્ર સિંહે કહ્યુ કે જે દિવસે આ કાયદો સંસદમાં પાસ થઈ ગયો, એ દિવસથી અહીં પણ લાગુ થઈ ગયો છે. હવે સરકારનુ આગામી પગલુ હશે રોહિંગ્યા શરણાર્થીઓનો દેશનિકાલ જેથી તે આ કાયદા હેઠળ પોતાને સુરક્ષિત ન કરી શકે. તેમણે કહ્યુ કે એ અંગેની પણ તપાસ થશે કે આ શરણાર્થી પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં થઈને જમ્મુ કાશ્મીર અને ઉત્તર વિસ્તારો સુધી આવીને કેવી રીતે વસી ગયા.
આ પણ વાંચોઃ દેશના આ ભાગોમાં વરસાદની સંભાવના, છવાયેલુ રહ્યુ ગાઢ ધૂમ્મસ

જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં છે રોહિંગ્યા
જિતેન્દ્ર સિંહે કહ્યુ કે જે દિવસે CAA સંસદમાં પાસ થયો એ દિવસથી જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થઈ ગયો છે. હવે બસ અહીં આગામી પગલુ રોહિંગ્યાના દેશનિકાલનુ હશે. તેમણે સામાન્ય નિધિ નિયમો પર જમ્મુ કાશ્મીરના અધિકારીઓના 3 દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમમાં માન્યુ કે જમ્મુમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓ રહે છે. સિંહે કહ્યુ કે રોહિંગ્યાઓના દેશનિકાલની યોજના કેન્દ્રમાં વિચારાધીન છે. CAA રોહિંગ્યાઓને કોઈ પણ પ્રકારનો લાભ આપતા નથી.

કેટલી છે રોહિંગ્યાઓની વસ્તી?
તેમણે કહ્યુ, તેઓ એ 6 (ધાર્મિક) લઘુમતી (જેમને નવા કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે) સાથે સંબંધિત નથી. તેઓ એ 3 પડોશી દેશો (પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન)માંથી કોઈની સાથે પણ જોડાયેલા નથી. રોહિંગ્યા સમાજના લોકો મ્યાનમારથી અહીં આવ્યા અને એટલા માટે તેમણે પાછુ જવુ પડશે. જો જમ્મુ કાશ્મીરમા રોહિંગ્યા શરણાર્થીઓની વસ્તીની વાત કરીએ તો સરકારી આંકડા અનુસાર રોહિંગ્યા મુસલમાનો અને બાંગ્લાદેશી નાગરિકો સહિત 13,700થી વધુ વિદેશી જમ્મુ અને સાંબા જિલ્લામાં વસેલા છે જ્યાં 2008 ને 2016 વચ્ચે તેમની વસ્તી 6,000થી વધુ થઈ ગઈ છે.