ઉર્જામંત્રી પિયૂષ ગોયલે કરી નોટબંધીથી થયેલા ફાયદાની વાત, કહ્યુ બધા સાથે કરશે શેર

Subscribe to Oneindia News

નોટબંધી પર થઇ રહેલી સરકારની આલોચનાને વખોડતા ઉર્જા મંત્રી પિયૂષ ગોયલે કહ્યુ કે ડિમોનીટાઇઝેશનથી મળેલા લાભો બધા સાથે શેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ આઇઆઇએમ બેંગલુરુમાં આયોજિત એક ઇવેંટમાં બોલી રહ્યા હતા.

piyush

આઇઆઇએમ લીડરશીપ સમિટ 2016 માં બોલ્યા મંત્રી

આઇઆઇએમ બેંગલુરુમાં આયોજિત લીડરશીપ સમિટ 2016 માં બોલતા ઉર્જા મંત્રી પિયૂષ ગોયલે કહ્યુ કે, 'ડિમોનીટાઇઝેશનથી આપણને ઘણો ફાયદો થવા જઇ રહ્યો છે. આ ફાયદાને દેશમાં બધા સાથે શેર કરવામાં આવશે. લોકોના કલ્યાણ માટે, ખાસ કરીને ગરીબોના હિતમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.'

નોટબંધી પર થઇ રહેલી સરકારની આલોચના

નોટબંધી પર થઇ રહેલી સરકારની આલોચના પર ઉર્જા મંત્રીએ કહ્યુ કે ડિમોનીટાઇઝેશનનો વિરોધ થોડા લોકો જ કરી રહ્યા છે. તેમને છોડીને દેશના મોટાભાગના લોકોએ સરકારના આ પગલાને આવકાર્યુ છે. તેમણે કહ્યુ કે નોટબંધીને મળેલા સમર્થન પર સરકાર ખુશ છે. જો કે મંત્રીએ એ ન જણાવ્યુ કે ડિમોનીટાઇઝેશનથી આખરે કયા કયા ફાયદા મળ્યા?

2022 સુધી દેશભરને રોશન કરવાનું લક્ષ્ય

ઉર્જા મંત્રીએ કહ્યુ કે સરકારને વિશ્વાસ છે કે 2022 સુધી દેશના બધા વિસ્તારમાં સાતે દિવસ 24 કલાક વિજળી મળશે. તેમણે કહ્યુ કે, 'ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થતા પહેલા અમે બધા નાગરિકો સુધી સસ્તી વિજળી પહોંચાડવા માંગીએ છીએ. લોકોના ઘરો સુધી સતત ગ્રીન એનર્જી પહોંચાડવાનું લક્ષ્ય છે જેથી કોઇ બાળકનું ભણતર વિજળીના અભાવે બગડે નહિ.'

English summary
Union Minister Piyush Goyal Said that benefits of demonetisation will be shared with all and will be used for the welfare of the poor people.
Please Wait while comments are loading...