નવા સ્માર્ટ સીટીના લિસ્ટમાં જોડાયું રાજકોટ, દાહોદ સમેત આ શહેર...

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સીટીનું ત્રીજું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લીસ્ટમાં ગુજરાતના ત્રણ શહેરાના નામ પણ જોડવામાં આવ્યા છે. આમ અમદાવાદ, સુરત અને વડોદરા પછી રાજકોટ, દાહોદ અને ગાંધીનગરને પણ સ્માર્ટ સીટીનો હોદ્દો મળ્યો છે. અને તેને આ રીતે વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટીના આ લિસ્ટમાં 90 શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ આ લિસ્ટ જાહેર કરતા કહ્યું છે કે તેમાં રાજકોટ, તિરુવનંતપુરમ, અમરાવતી, પટના અને શ્રીનગરને પણ સામેલ કરવામાં આવ્યું છે.

smart city

કેરળની રાજધાની

આ લિસ્ટમાં કેરળની રાજધાની તિરુવનંતપુરમને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરની પણ બંન્ને રાજધાની જમ્મુ અને શ્રીનગરને આ લિસ્ટમાં જોડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ 30 શહેરોમાં કુલ 57393 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને તેને સ્માર્ટ સીટી બનાવવામાં આવશે. આ સાથે જ સ્માર્ટ સીટીની સંખ્યા હવે 90 સુધી પહોંચી છે. ત્યારે આ નવા લિસ્ટમાં કયા 30 શહેરોને જોડવામાં આવ્યા છે જાણો અહીં...

 • તિરુવનંતપુરમ
 • નયા રાયપુર
 • રાજકોટ
 • અમરાવતી
 • પટના
 • કરીમનગર
 • મુઝફ્ફરપુર
 • પોન્ડીચેરી
 • ગાંધીનગર
 • શ્રીનગર
 • સાગર
 • કર્નાલ
 • સતના
 • બેંગલુરુ
 • શિમલા
 • દેહરાધૂન
 • તિરુપુર
 • પિંપરી ચિંચવાડ
 • બિલાસપુર
 • પાસીઘાટ
 • જમ્મુ
 • દાહોદ
 • તિરુનેલવેલી
 • થુટુકુડી
 • ત્રિચિરાપલ્લી
 • ઝાંસી
 • એઝવલ
 • ઇલ્હાબાદ
 • અલીગઢ
 • ગંગટોક
English summary
Union Minister Venkaiah Naidu releases third list of smart city. This list has 30 new city which takes the overall number to 90.
Please Wait while comments are loading...