દિલ્હી MCD ફતેહ કરવા AAPનું અનોખુ કેમ્પેઈન, મેજિક શો અને શેરી નાટકોનો સહાલો લેશે.
હાલ દેશમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત સાથે સાથે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
હાલ દેશમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત સાથે સાથે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી દિલ્હી ફતેહ કરવા માટે મેદાનમાં છે તો બીજેપી કોઈપણ સંજોગોમાં મહાનગરપાલિકા પર કબ્જો છોડવા માગંશે નહીં. હવે આમ આદમી પાર્ટીએ દિલ્હી ફતેહ કરવા નવુ કેમ્પેઈન લોંચ કર્યુ છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી 23 નવેમ્બર એટલે કે બુધવારથી કેજરીવાલની સરકાર, કેજરીવાલના પાર્ષદ કેમ્પેઈન હેઠળ પ્રચારનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. આમ આદમી દિલ્હીમાં પ્રચાર માટે 1000 નુક્કડ સભા, ડાન્સ ફોર ડેમોક્રેસી, નુક્કડ નાટક, ગિટાર શો, મેજિક શો જેવી પ્રવૃત્તિઓ કરવા જઈ રહી છે. આપ હવે આ તમામ બાબતે MCD ચૂંટણી પ્રચાર તીવ્ર બનાવશે. આ ઝુંબેશ 2 ડિસેમ્બર સુધી એટલે કે ચૂંટણી પ્રચાર પુરો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
આ બાબતે વિગતો આપતા ગોપાલ રાયે કહ્યું કે, 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી AAP વોર્ડના વિવિધ આંતરછેદ પર 1000 નુક્કડ સભાઓ કરશે. જેમાં પાર્ટીના તમામ સ્ટાર પ્રચારકો અને ધારાસભ્યો ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, 1000 શેરી સભાઓમાં પ્રથમ દિવસે એટલે કે 23 નવેમ્બરે 45 શેરી સભાઓ થશે. આ પ્રક્રિયા પ્રચાર બંધ થાય ત્યા સુધી 2 નવેમ્બર સુધી ચાલુ રહેશે.












Click it and Unblock the Notifications
