For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનલૉક -4ની ગાઈડલાઈન જારી, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

કેન્દ્ર સરકારે શનિવારે અનલૉક-4 માટે ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે શનિવારે અનલૉક-4 માટે ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે. કેન્દ્ર ચોથા અને અંતિમ અનલૉક-4માં સ્કૂલોને ખોલવા અંગે દિશા નિર્દેશ જારી કર્યા છે. કેન્દ્ર સરકારે દેશભરમાં મેટ્રો સેવાઓ ચાલુ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 7 સપ્ટેમ્બરથી દેશભરમાં મેટ્રો ટ્રેનો ચાલવા લાગશે. કેન્દ્ર સરકારે સ્કૂલો સાથે સાથે ઓપન થિયેટર ખોલવાની પણ મંજૂરી આપી દીધી છે.

સ્કૂલ-કોલેજોને 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય

સ્કૂલ-કોલેજોને 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય

કેન્દ્ર સરકારે આજે એટલે કે 29 ઓગસ્ટની રાતે અનલૉક-4 માટે નવી ગાઈડલાઈન જારી કરી દીધી છે. અનલૉક-4 આ કારણે પણ વધુ ચર્ચામાં છે કારણકે મહિનાઓથી બંધ સ્કૂલ-કોલેજો ખુલવા વિશે છાત્રોના મનમાં ઘણા સવાલ હતા. મોદી સરકારે અનલૉક-4માં બધી અટકળો પર વિરામ લગાનીને સ્પષ્ટ કરી દીધુ છે કે હાલમાં સ્કૂલ-કોલેજ નહિ ખુલે પરંતુ કન્ટેનમેન્ટ ઝોનથી બહાર 9થી 12માં ધોરણ સુધી છાત્રો અભ્યાસ સંબંધિત માહિતી માટે પોતાના પરિવારની સંમતિ બાદ શિક્ષકોને મળવા માટે સ્કૂલ જઈ શકશે. સરકારે અત્યારે સ્કૂલ-કોલેજોને 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પોતાને ત્યાં સ્કૂલોમાં ઑનલાઈન ટીચિંગ/ટેલિ-કાઉન્સેલિંગ અને તેનાથી જોડાયેલા કામો માટે 50 ટકા ટીચિંગ અને નૉન ટીચિંગ સ્ટાફને બોલાવવાની મંજૂરી આપી શકે છે.

મેટ્રો રેલને 7 સપ્ટેમ્બરથી ચાલુ થશે

મેટ્રો રેલને 7 સપ્ટેમ્બરથી ચાલુ થશે

કોરોના વાયરસ વચ્ચે બંધ પડેલી મેટ્રો ટ્રેન ફરીથી સંચાલિત કરવા માટે કેન્દ્ર સરકારે લીલી ઝંડી બતાવી દીધી છે. આવાસ તેમજ શહેરી મામલાના મંત્રાલય અને રેલવે મંત્રાલય દ્વારા MHA સાથે પરામર્શથી મેટ્રો રેલને 7 સપ્ટેમ્બરથી ક્રમબદ્ધ રીતે સંચાલિત કરવાની અનુમતિ આપવામાં આવી છે. માર્ચ મહિનાથી જ્યારે આખા દેશમાં કોરોનાના કારણે સંપૂર્ણ લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી ત્યારથી મેટ્રો સેવા રોકી દેવામાં આવી હતી.

થિયેટરો, સ્વિમિંગ પુલ બંધ

થિયેટરો, સ્વિમિંગ પુલ બંધ

આ ઉપરાંત સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, આંતરારાષ્ટ્રીય ઉડાનો(અનુક વિશેષ મામલામાં છોડી) બંધ રહેશે. ગૃહ મંત્રાલય તરફથી જારી ગાઈડલાઈન્સ મુજબ 21 સપ્ટેમ્બરથી સામાજિક, રાજકીય, મનોરંજન, ખેલ વગેરે સાથે જોડાયેલા સમાંરભની અનુમતિ હશે પરંતુ એક છતા નીચે વધુમાં વધુ 100 લોકો હાજર રહી શકશે. 21 સપ્ટેમ્બરથી જ ઓપન એર થિયેટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી.

કાલે સવારે 11 વાગે મોદી કરશે 'મન કી બાત', અહીં જોઈ અને સાંભળી શકો છો PMની સ્પીચકાલે સવારે 11 વાગે મોદી કરશે 'મન કી બાત', અહીં જોઈ અને સાંભળી શકો છો PMની સ્પીચ

English summary
Unlock 4 guidelines announce by govt of India, Know what will open and what will remain closed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X