For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમવારથી દેશમાં ખુલશે ધાર્મિક સ્થળ, મૉલ અને રેસ્ટોરાં

સોમવારથી દેશમાં ખુલશે ધાર્મિક સ્થળ, મૉલ અને રેસ્ટોરાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટને પગલે 2 મહિનાથી વધુ સમયથી દેશમાં ચાલી રહેલા લૉકડાઉનથી અર્થવ્યવસ્થા પર જબરી અસર પડી છે. જેને પાટા પર લાવવા માટે સરકારે અનલૉક શરુ કર્યું છે. જેનો પહેલો તબક્કો 8 જૂનથી આખા દેશમાં લાગૂ થઈ રહ્યો છે. જે અંતર્ગત હોટલ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળ અને મૉલ ખુલી શકશે. કંટેનમેન્ટ ઝોનમાં હાલ પ્રતિબંધ યથાવત રહેશે. સરકારે આ રાહતની સાથે જ દરેક જગ્યા માટે નિયમ અને શરતો બનાવી છે.

mall

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે શનિવારે કહ્યું કે ગુરુગ્રામ અને ફરીદાબાદ જિલ્લામાં શૉપિંગ મૉલ અને ધાર્મિક સ્થળોને હાલ લોકો માટે ખોલવામાં નહ આવે. જો કે તેમણે કહ્યું કે હરિયાણાના બાકી ભાગમાં મૉલ અને ધાર્મિક સ્થળોને 8 જૂનથી ખોલવામાં આવશે. વિજે ન્યૂજ એજન્સી પીટીઆઈને કહ્યું કે, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં શૉપિંગ મૉલ અને ધાર્મિક સ્થળ હાલપૂરતા ખોલવામાં નહિ આવે. જો કે તેમણે કહ્યું કે હરિયાણાના બાગી ભાગોમાં મૉલ અને ધાર્મિક સ્થળ 8 જૂનથી ખોલવામા આવશે. વિજે ન્યૂજ એજન્સી પીટીઆઈને કહ્યું, 'ગુરુગ્રામ અને ફરીદાબાદમાં શૉપિંગ મૉલ અને ધાર્મિક સ્થળ હાલ બંધ રહેશે. જો કે બાકી જગ્યાઓએ દિશા નિર્દેશો સાથે લોકો માટે ખોલી શકાશે.' હોટલ અને રેસ્ટોરાં ખુલવાનો સમય સવારના 9 વાગ્યેથી સાંજના 8 વાગ્યા સુધી રહેશે.

જ્યારે કેરળના તિરુવનંતપુરમમાં પાલમ જુમા મસ્જિદને સાર્વજનિક રૂપે ના ખોલવાનો ફેસલો લીધ છે. મસ્જિદના ઈમામ વીપી સુહૈબ મૌલવીએ કહ્યું કે, અહીં પર દેશ વિદેશથી પર્યટકો આવે છે, માટે ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ થશે. આ કારણે જ અમે મસ્જિદ બંધ રાખવાનો ફેસલો લીધો છે. જો કે આઠ જૂનથી અહીં મંદિર ખોલવામાં આવશે.

મસ્જિદો માટે એડવાઈઝરી

સરકાર તરફથી અન્ય સંસ્થાનોની સાથોસાથ ધાર્મિક સ્થળોને પણ કેટલીક શરતો સાથે ખોલવાના એલાન વચ્ચે ઈસ્લામિક સેન્ટર ઑફ ઈન્ડિયા ફરંગી મહલે મસ્જિદો માટે એડવાઈઝરી જાહેર કરી છે. 10 વર્ષથી ઓછી ઉંમરના અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો મસ્જદમાં ના જાય, ઘરે જ નમાજ અદા કરે. તેમણે કહ્યું કે આ સિલસિલામાં 15 દિવસ સુધી હાલાનો રિપોર્ટ લેવામાં આવસે. જો કોઈ તબદીલી થશે તો બીજીવાર પરામર્શ ચાલુ કરાશે.

ભાજપમાં સામેલ થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ચપ્પલથી મારવા જોઈએઃ હાર્દિક પટેલભાજપમાં સામેલ થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ચપ્પલથી મારવા જોઈએઃ હાર્દિક પટેલ

English summary
Unlockd 1: mall, restaurant, religious places to reopen from monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X