ઉન્નાવ પોલીસે મંગળવારે બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગરના ભાઈ અતુલ સિંહની ધરપકડ કરી લીધી છે. આ મામલે લખનવ ક્રાઇમ બ્રાન્ચે અતુલ સિંહ સેંગર સાથે બીજા ચાર આરોપીઓની પણ ધરપકડ કરી છે. ઉન્નાવ પોલીસ હવે અતુલ સિંહનું નામ એફઆઈઆર માં શામિલ કરશે. અતુલ સિંહની ધરપકડ પર પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આ બાબતે કોઈ જ જાણકારી નથી. પરંતુ હજુ સુધી વિધાયક કુલદીપ સિંહ સેંગરને પકડવામાં આવ્યા નથી. પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને મૌતની સજા આપવામાં આવે. તેને મારા પિતાની હત્યા કરી છે.

બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગર
બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ યુવતી સાથે ગેંગરેપનો આરોપ અને ખોટા કેસ હેઠળ પીડિતાના પિતા ને જેલ મોકલવામાં આવ્યા. પીડિતાના પિતાની જેલમાં મૃત્ય થાય પછી યોગી સરકાર હાલમાં મીડિયા અને વિરોધીઓના નિશાને છે.

સીએમ યોગીએ આપ્યું હતું નિવેદન
આ આખા મામલે સીએમ યોગી આદિત્યનાથ ઘ્વારા સોમવારે નિવેદન આપવામાં આવ્યું હતું કે દોષીઓને છોડવામાં નહીં આવે અને તેમની તપાસ અંગે આદેશ પણ આપ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગરે જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધ કોઈ પણ આરોપ નથી. તેમને આગળ જણાવ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની જાંચ માટે તૈયાર છે. જો તેઓ દોષી સાબિત થાય તો તેમની સામે સખત પગલાં લેવામાં આવે. તેમને જણાવ્યું કે આરોપ તો ભગવાન રામ પર પણ લાગ્યા હતા.

વિધાયક અને તેના ભાઈ ઘ્વારા મારો ગેંગરેપ
પીડિતા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે વિધાયક અને તેના ભાઈ ઘ્વારા મારો ગેંગરેપ કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. વિધાયકના ગુંડાઓ અવારનવાર મારા પરિવારના લોકો સાથે મારપીટ કરે છે.
|
વિધાયકે મારા પિતાની હત્યા કરી
પીડિતા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે 3 એપ્રિલે હથિયારો સાથે વિધાયકનો ભાઈ તેમના ગુંડાઓ સાથે આવ્યો અને પીડિતાના ઘરમાં લોકોની પીટાઈ કરી. આરોપ છે કે સત્તામાં રહેલા ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરને ખુશ કરવા માટે પોલીસ પીડિત પરિવાર પર ખોટો કેસ દાખલ કરીને તેમને પરેશાન કરી રહી છે.
For Breaking News from Gujarati Oneindia.Get instant news updates throughout the day.subscribe to Gujarati Oneindia.