For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવઃ ગંગા કાંઠે લાશો દફનાવી રહ્યા છે લોકો

ઉન્નાવઃ ગંગા કાંઠે લાશો દફનાવી રહ્યા છે લોકો

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસ મહામારી વચ્ચે ગંગામાં લાશો વહેવાની ઘટના સામે આવ્યા બાદ ઉન્નાવ જિલ્લાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે અહીં ગંગા કાંઠે મોટી સંખ્યામાં મૃતદેહો રેતીમાં બદાયેલા મળ્યા છે. ગ્રામીણોનું કહેવું છે કે પૈસા ના હોવાના કારણે લોકો હિંદૂ રીતિ-રિવાજો છોડી મૃતદેહ સળગાવવાના બદલે દફનાવીને અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું માનીએ તો એક મહિનામાં 300થી વધુ દેહ અંતિમ સંસ્કાર માટે આવ્યા છે. જો કે મોટાભાગના મૃતદેહોને રેતીમાં ખાડો ખોદી દફનાવી દેવામાં આવ્યા છે.

unnao

મૃતદેહોને દફનાવવાની આવી જ કેટલીક તસવીરો ઉન્નાવ જિલ્લાના હાજીપુર ચોકી ક્ષેત્રના રૌતાપુર ઘાટ અને બક્સરમાં જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અહીં 400થી વધુ દેહનો અંતિમ સંસ્કાર કરાયો છે. જેમાંથી મોટાભાગના દફનાવવામાં આવ્યા છે. હાલાત એવા છે કે હવે અહીં મૃતદેહને દફનાવવા માટે જગ્યા પણ નથી બચી. દરરોજ એક ડઝનેક દેહના અંતિમ સંસ્કાર થાય ચે જે પહેલાં દરરોજ 2-3 હતા. રૌતાપુર ઘાટ પર પિપરી, લંગડાપુરવા, મિર્જાપુર, ભટપુરવા, રાજેપુર, કનિકામઉ સહિત બે ડઝનેક ગામના લોકો અહીં અંતિમ સંસ્કાર કરવા માટે આવે છે.

હૈદરાબાદના 8 સિંહ બાદ જયપુર પ્રાણી સંગ્રહાલયના સિંહ કોરોના પોઝિટિવહૈદરાબાદના 8 સિંહ બાદ જયપુર પ્રાણી સંગ્રહાલયના સિંહ કોરોના પોઝિટિવ

ગંગા કાંઠે મૃતદેહ દફન કરાતા હોવાની સૂચના પળવા પર પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ મામલે ઉન્નાવ ડીએમ રવીંદ્ર કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'અમારી ટીમને નદીથી દૂર એક વિસ્તારમાં દફનાવેલા દેહ મળી આવ્યા છે. અન્ય ક્ષેત્રોમાં વધુ દફનાવેલી લાશોની તલાશ થઈ રહી છે. ટીમને પૂછપરછ કરવા કહ્યું છે. જે બાદ જ કાર્યવાહી કરશે.' જો કે ડીએમે આ લોકો કોરોનાથી મર્યા હોવાનો ઈનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ મૃતદેહ જોઈને કંઈ કહી શકાય તેમ નથી.

English summary
Unnao: People are burying corpses on the banks of the Ganges. ઉન્નાવઃ ગંગા કાંઠે લાશો દફનાવી રહ્યા છે લોકો
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X