ઉન્નાવ: વિધાયક ના સમર્થકોએ ગામમાં ઘૂસીને ધમકી આપી

Posted By:
Subscribe to Oneindia News

ઉન્નાવ રેપ કેસમાં વિધાયક કુલદીપ સિંહ સેંગરના સમર્થકો એ ગામમાં ઘૂસીને ધમકી આપી હોવાનો આરોપ છે. રવિવારે સ્થાનીય નિવાસી જેમને કહ્યું હતું કે કુલદીપ સિંહ સેંગરે મહિલા સાથે બળાત્કાર કર્યો છે તેમને કુલદીપ સિંહ સેંગરના સમર્થકો પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેમને જણાવ્યું કે વિધાયક કુલદીપ સિંહ સેંગરના નજીકના લાકો ગામમાં ધમકી આપી રહ્યા છે કે જો તેમને વિધાયક વિરુદ્ધ નિવેદન આપ્યું તો તેનું પરિણામ તેમને ભોગવવું પડશે.

Unnao rape case

વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ નિવેદન આપનાર વ્યક્તિનું કહેવું છે કે મને મારા સંબંધીઓ ઘ્વારા જાણકારી મળી છે કે વિધાયકના નજીકના લોકો શનિવારે ગામમાં ગયા હતા. આ દરમિયાન તેમને ગામ લોકોને ધમકી આપી કે વિધાયક વિરુદ્ધ તેઓ નિવેદન આપે નહીં. આ લોકોએ ગામવાળા નો એક વીડિયો પણ બનાવ્યો.

પોલીસે વાતથી ઇન્કાર કર્યો

એસએચઓ રાજેન્દ્ર સિંહ ઘ્વારા જણાવ્યું કે તેમની પાસે આવી કોઈ જ ફરિયાદ આવી નથી. ગામમાં પોલીસ ફોર્સ ઉભી કરી દેવામાં આવી છે. આવી હાલતમાં કોઈ જ સંભાવના નથી કે આવી કોઈ ઘટના થઇ શકે. લખનવ કોર્ટ ઘ્વારા રવિવારે આરોપી વિધાયકને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપ છે કે શશી સિંહ મહિલાને પટાવીને વિધાયકના ઘરે લઇ ગયી હતી. આ મામલામાં ફરિયાદકર્તા યુવતીની માતાનું કહેવું છે કે જે વખતે રૂમમાં વિધાયક બળાત્કાર કરી રહ્યો હતો ત્યારે શશી સિંહ રૂમ બહાર પહેરો ભરી રહી હતી.

ગંભીર આરોપ

પીડિતાની માતા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે વિધાયકે અમને ધમકી આપી હતી કે જો તેમને કોઈને પણ ફરિયાદ કરી તો અમારા પરિવારને તેઓ મારી નાખશે. માનવામા આવી રહ્યું છે કે સીબીઆઈ સેંગર અને સિંહને ઉન્નાવ લઈને જશે જ્યાં પુરાવા ભેગા કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પીડિતાની સામે બેસાડીને પૂછપરછ પણ થઇ શકે છે.

English summary
Unnao rape case people villagers alleges mla supporters threatens not to give statement

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.