For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ પીડિતા એક્સીડંટ: CBI જાંચ માટે સરકાર તૈયાર

ઉન્નાવ રેપ પીડિતાનું વાહન જે રીતે રવિવારે દુર્ઘટનાનું શિકાર બન્યું ત્યારપછી સતત આ મામલો સમાચારમાં છે.

|
Google Oneindia Gujarati News

ઉન્નાવ રેપ પીડિતાનું વાહન જે રીતે રવિવારે દુર્ઘટનાનું શિકાર બન્યું ત્યારપછી સતત આ મામલો સમાચારમાં છે. આ ઘટનામાં પીડિતાની કાકી અને માસીની મૌત થઇ ગઈ અને પીડિતાનો વકીલ આ ઘટનામાં ઘાયલ થયો છે. આ ઘટના પછી પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે અને આ ઘટના પાછળ હત્યાનું ષડયંત્ર ગણાવ્યું છે. આ આખા મામલે યુપીના ડીજીપી ઓપી સિંહ ઘ્વારા નિવેદન આપીને સફાઈ આપવામાં આવી છે.

સુરક્ષામાં કોઈ ચૂક નહીં

સુરક્ષામાં કોઈ ચૂક નહીં

ડીજીપી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે નિષ્પક્ષ અને નિશુક્લ તપાસ કરીશું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઓવરસ્પીડ ટ્રકને કારણે આ એક્સીડંટ થયું છે. ટ્રક ડ્રાઈવર અને માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. જો પરિવાર સીબીઆઈ તપાસની માંગ કરશે તો અમે કેસ સીબીઆઈને સોંપી દઇશુ. ડીજીપી ઘ્વારા જણાવવામાં આવ્યું છે સુરક્ષામાં કોઈ ચૂક નથી થઇ. ગાડીમાં જગ્યા નહીં હોવાને કારણે પીડીતાએ સુરક્ષાકર્મીઓને રાયબરેલી સાથે નહીં ચાલવા માટે કહ્યું હતું.

અખિલેશ યાદવે હત્યાની આશંકા વ્યક્ત કરી

અખિલેશ યાદવે હત્યાની આશંકા વ્યક્ત કરી

ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આના પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે ઉન્નાવની રેપ પીડિતા સાથે રાયબરેલી જતી વખતે થયેલ દૂર્ઘટના ગંભીર ઘટના છે જેની પાછળ તેની હત્યાની આશંકા પણ હોઈ શકે છે. પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ અને રાયબરેલી જિલ્લા પ્રશાસનને ગંભીર રીતે ઘાયલ ગેંગરેપ પીડિતાને દરેક સંભવ ઉપચાર કરાવવીની અપીલ કરી છે. પાર્ટીએ પ્રશાસનને પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. પાર્ટીએ પ્રશાસનને પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરીછે. લખનઉ સમાજવાદી પાર્ટી (સપા)ના એમએલસી ઉદયવીર અને સુનીલ સાજન ઉન્નાવ બળાત્કાર પીડિતાના ખબર પૂછવા ગયા હતા.

પ્રિયંકા ગાંધીએ પણ પ્રહાર કર્યો

પ્રિયંકા ગાંધીએ પણ પ્રહાર કર્યો

આ ઘટના અંગે પ્રિયંકા ગાંધીએ પણ ટવિટ કરીને સરકાર પર હુમલો કર્યો છે તેમને લખ્યું છે કે ઉન્નાવ રેપ પીડિતા સાથે રોડ દુર્ઘટના ચોંકાવનારી છે આ કેસમાં ચાલી રહેલી સીબીઆઈ જાંચ ક્યાં સુધી પહોંચી? આરોપી વિધાયક હજુ સુધી ભાજપમાં કેમ છે? પીડિતા અને સાક્ષીઓની સુરક્ષામાં આટલી ઢીલ કેમ? આ સવાલોના જવાબ વિના ભાજપા સરકાર પાસે ન્યાયની આશા કરી શકાય છે?

English summary
Unnao rape victim accident: Government ready for CBI investigation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X