For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#SCSTAct: ASP નું રાજીનામુ, કહ્યું દલિતો સાથે ખોટું થઇ રહ્યું છે

એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટ ઘ્વારા આપવામાં આવેલા નિર્ણય પછી જ્યાં દેશ ભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટ ઘ્વારા આપવામાં આવેલા નિર્ણય પછી જ્યાં દેશ ભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જેમાં સોમવારે આખા ભારતમાં ઘણો હંગામો જોવા મળ્યો. ત્યાં જ બીજી બાજુ ઉત્તરપ્રદેશના એક અપર પોલીસ ઓફિસર ઘ્વારા દેશની હાલત પર દુઃખી થઈને રાજીનામુ આપી દીધું છે. એએસપી બીપી અશોક ઘ્વારા આપવામાં આવેલા રાજીનામાં માં તેમને લખ્યું છે કે એસસી-એસટી એક્ટ ને કમજોર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે દલિતોને નુકશાન થશે. તેનું શોષણ ક્યારેય પણ બંધ નહીં થાય. દેશમાં હાલમાં જે પણ થઇ રહ્યા છે તેનાથી હું ખુબ જ આહટ છું એટલા માટે રાજીનામુ આપી રહ્યો છું.

bharat bandh

હું સંસદીય લોકતંત્રને બચાવવા માટે અપીલ કરું છું અને હું જાતિ વિરુદ્ધ સ્પષ્ટ કાનૂન બનાવવા માટે માંગ કરું છું. રાજીનામુ આપનાર એએસપી ઘ્વારા રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહીત ઘણા અધિકારીને પત્ર લખીને માંગ કરી છે કે સરકાર તેમની માંગ સ્વીકાર કરે અથવા તો તેમનું રાજીનામુ સ્વીકાર કરે.

ભારત બંધ દરમિયાન થયી ઘણી જગ્યા પર હિંસા, 8 મૌત
આપણે જણાવી દઈએ કે એસસી-એસટી એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટ નિર્ણય પછી સોમવારે દલિત સંગઠનો ઘ્વારા ભારત બંધ રાખવામાં આવ્યું હતું. પહેલા જણાવવામાં આવ્યું હતું કે આ બંધ શાંતિપૂર્વક કરવામાં આવશે પરંતુ આવું થયું નહીં. આ બંધને કારણે દેશમાં ઘણી જગ્યા પર હિંસા થયી. જેના કારણે રાજ્યોમાં તણાવનો માહોલ છે. આંદોલન દરમિયાન થયેલી હિંસામાં મધ્યપ્રદેશ માં અત્યારસુધી 5, યુપી માં 2 અને રાજસ્થાન માં 1 વ્યક્તિ ની મૌત થઇ ચુકી છે. ઘણી જગ્યાઓ પર બસો અને કારોને આગ લગાવી દેવામાં આવી છે.

English summary
UP ASP bp ashok resigned from post sent letter president case of bharat bandh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X