યુપી ચૂંટણી 2017: પહેલા ચરણનું મતદાન પૂર્ણ, મથુરામાં 68.3 ટકા મતદાન

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથણ ચરણનું મતદાન પૂર્ણ થયું છે. હાલ 73 સીટો માટે પહેલા ચરણનું મતદાન થઇ હતું. મેરઠમાં સૌથી વધુ 68.3 ટકા મતદાન થયું છે. મેરઠના કિઠોર વિધાનસભાના અઝરાડા ગામમાં ભીડમાં યુવકે ફાયરિંગ કર્યું હોવાના સમાચાર આવ્યા છે. તો મુઝફ્ફરનગરમાં બમ્પર વોટિંગ થઇ રહ્યું છે. મેરઠમાં 7 ઇવીએમ મશીન ખરાબ થયા હોવાના ખબર આવ્યા છે. અને વોટિંગ મશીન બદલવાની હાલ કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપ નેતા અને વૃંદાવન સીટના ઉમેદવાર શ્રીકાંત શર્માએ પોતાનો વોટ નાંખ્યો છે. મથુરાના ગોવર્ધન બૂથ નંબરમાં 42 ઇવીએમ મશીન ખરાબ થવાની મતદાન પ્રભાવિત થયું છે. યુપીની 73 સીટો માટે આજે સવારથી જ 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે.

vote

Read also: સપા અને કોંગ્રેસની મિત્રતા જામશે કે નહિં, જાણો શું કહે છે જ્યોતિષ?

પહેલા ચરણમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના 15 જિલ્લાની 73 વિધાનસભા સીટો માટે હાલ મતદાન થઇ રહ્યું છે. જેમાં મુજફ્ફરનગર, શામલી, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, હાપુડ, બુલંદશહર, અલીગઢ, મથુરા, હાથરસ, આગરા, ફિરોઝાબાદ, એટા અને કાસગંજમાં મતદાન થઇ રહ્યું છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશની આ વિધાનસભાની ચૂંટણીઓ ભાજપ માટે એક મોટો પડકાર જીતવા સમાન છે. 2012માં ભાજપને આ વિસ્તારમાંથી ખાલી 11 સીટો મળી હતી. ત્યારે આ વખતે મોદી સરકારના નેતૃત્વ સાથે ભાજપના આશા છે કે તેને અહીંથી સારી સીટો મળે. વળી બીજી તરફ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન પણ પર લોકોને મોટી જીતની આશ છે.

vote
English summary
up assembly election 2017 first phase voting today on 73 seats in 15 districts.
Please Wait while comments are loading...