For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીને મળ્યાં યોગી, મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

યોગી સરકારમાં 22 કેબિનેટ મંત્રીઓ છે, જેમાંથી 12 જ મંત્રીઓ પાસે સરકારમાં રહી કામ કરવાનો અને સરકાર ચલાવવાનો અનુભવ છે. અન્ય મંત્રીઓ નવા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારના રોજ દિલ્હી પહોંચ્યા હતા, દેશની રાજધાની પહોંચ્યા બાદ યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં તેઓ નાણાં મંત્રી અરુણ જેટલી ને મળ્યા હતા. આ મુલાકાતમાં તેમણે યુપીના ખેડૂતોનો ઉધાર માફ કરવા અંગે વાત કરી હોવાનું કહેવાય છે. યોગી આદિત્યનાથ આજે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ની પણ મુલાકાત લેશે અને ત્યાર બાદ કેબિનેટ મંત્રીઓના વિભાગોની જાહેરાત કરવામાં આવશે

22 કેબિનેટ મંત્રી

22 કેબિનેટ મંત્રી

ઉલ્લેખનીય છે કે, યોગી સરકારમાં 22 કેબિનેટ મંત્રીઓ છે, જેમાંથી 12 જ મંત્રીઓ પાસે સરકારમાં રહી કામ કરવાનો અને સરકાર ચલાવવાનો અનુભવ છે. અન્ય મંત્રીઓ નવા છે. આથી અત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સૌથી મોટ પ્રશ્ન એ જ છે કે, કોને કયો વિભાગ સોંપવો.

લચર કાયદાકીય વ્યવસ્થા

લચર કાયદાકીય વ્યવસ્થા

સીએમ યોગી સામે બીજી સૌથી મોટી મુશ્કેલી છે, ઉત્તર પ્રદેશની લચર કાયદાકીય વ્યવસ્થા. ભાજપે આ જ મુદ્દાને આધાર બનાવી ઉત્તર પ્રદેશની જનતા પાસે મત માંગ્યા હતા. કાયદાકીય વ્યવસ્થાને પાટા પર લાવવા તથા તેના યોગ્ય પાલન માટે કડક મંત્રીની પણ જરૂર છે. આ માટે જ યોગી આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળવા પહોંચ્યા હોવાનું કહેવાય છે.

નાયબ મુખ્યમંત્રી સાથે ખટરાગ

નાયબ મુખ્યમંત્રી સાથે ખટરાગ

સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગી આદિત્યનાથ જાતે જ ગૃહનો સંપૂર્ણ કારભાર સંભાળવા માંગે છે. જ્યારે કે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ગૃહની કામગીરી પોતાને હાથમાં રાખવા માંગે છે. આથી હવે આ અંગે યોગીએ શું નિર્ણય લેવો તે અંગે આજની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

કેવો રહ્યો સીએમ તરીકે પહેલો દિવસ?

કેવો રહ્યો સીએમ તરીકે પહેલો દિવસ?

સોમવારે યોગી આદિત્યનાથનો મુખ્યમંત્રી તરીકે કારભાર સંભાળવાનો પહેલો દિવસ હતો. તેમણે મુખ્ય સચિવો અને જુદા-જુદા વિભાગના અધિકારીઓ સાથે લોકભવનમાં બેઠક કરી હતી. સીએમ યોગી પહેલા દિવસથી એક્શન મોડમાં દેખાયા હતા. આ સાથે જે તેમણે તમામ અધિકારીઓને આગલા 15 દિવસની અંદર પોતાની સંપત્તિ જાહેર કરવાનો પણ આદેશ આપ્યો હતો.

અહીં વાંચો

અહીં વાંચો

 મોદીની માફક ચા વેચતા કેશવ પ્રસાદ, આજે બન્યા ડેપ્યુટી CM મોદીની માફક ચા વેચતા કેશવ પ્રસાદ, આજે બન્યા ડેપ્યુટી CM

English summary
- UP CM Yogi Adtyanath met PM Modi in Delhi. Will also meet Amit Shah regarding distribution of portfolios among 22 ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X