• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UP Election Result 2017: ભાજપની વિજય પતાકા લહેરાઇ

By Shachi
|

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નો સંગ્રામ પૂર્ણ થતાં જ સૌની નજર છે હવે વિધાનસભા ચૂંટણીના પરિણામો પર. ઉત્તર પ્રદેશમાં કોની સરકાર આવશે? આ સવાલનો જવાબ જલ્દી જ લોકોને મળશે, ઉત્તર પ્રદેશની જનતના આખરી નિર્ણય જલ્દી લોકો સમક્ષ હાજર થશે. સવારે લગભગ 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.

અહીં વાંચો - LIVE: અન્ય ચાર રાજ્યોની વિધાનભાની ચૂંટણીના તમામ અપટેડ મેળવો અહીં..

UP Result

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીંમાં આ વખતે મુખ્ય હરીફાઇ ભારતીય જનતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી-કોંગ્રેસના ગઠબંધન વચ્ચે છે. યુપીમાં હાલ સત્તારૂઢ સમાજવાદી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી મેદાનમાં ઉતર્યા, માયાવતીએ એકલા હાથે મોરચો સંભાળ્યો તથા ભાજપે મુખ્યમંત્રી પદ માટે કોઇ ઉમેદવાર જાહેર ન કરતાં પીએમ નરેન્દ્ર મોદીના દમ પર ચૂંટણી લડ્યા.

અહીં વાંચો - Exit Poll : ઉત્તર પ્રદેશમાં ભાજપનું કમળ ખીલશે કે સાયકલ દોડશે?

6.00 - રાજ્યપાલને રાજીનામું આપી રાજભવનથી નીકળ્યાં અખિલેશ

5.55 - અપના દળથી પણ નાની થઇ કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસને 7, અપના દળને 9 બેઠકો

5.20 - વારાણસીની તમામ 8 સીટો પર ભાજપની જીત

5.08 - અખિલેશ બોલ્યાં, કોંગ્રેસ સાથેના ગઠબંધનથી લાભ થયો છે, ગઠબંધન ચાલુ રહેશે

5.06 - અખિલેશે કહ્યું, મારી રેલીમાં ઘણા લોકો આવ્યા હતા, પરંતુ મત ન મળ્યાં. મને સમજાતું નથી કે એ લોકો શું માત્ર જોવા આવ્યા હતા?

5.05 - બુલંદશહેરમાં તમામ 7 બેઠકો પર ભાજપની જીત

5.03 - શિવપાલ યાદવ સંબંધિત સવાલ પર ટિપ્પણી કરવાનો અખિલેશે કર્યો ઇનકાર

5.01 - માયાવતી તરફથી ઇવીએમ પર કરવામાં આવેલા સવાલ પર અખિલેશે કહ્યું, તેઓ પણ આ મામલે તપાસ કરશે અને સરકારે પણ આ મામલાની તપાસ કરાવવી જોઇએ.

5.00 - અખિલેશ યાદવની પ્રેસ કોન્ફરન્સ શરૂ. તેમણે કહ્યું, 5 વર્ષો સુધી સરકારે ઉત્તર પ્રદેશ માટે સારુ કામ કર્યું, આવનારી સરકાર અમારાથી પણ સારું કામ કરશે.

4.51 - 320ના આંકડા સાથે ભાજપે રચ્યો ઇતિહાસ

4.50 - મુલાયમ સિંહના વહુ અપર્ણા યાદવ 33,796 મતથી હાર્યા, ભાજપના રીતા બહુગુણા જોશીની જીત

4.36 - બસપાના મુખ્તાર અંસારી મઉ બેઠક પરથી 97,199 મતથી જીત્યાં

mukhtar ansari

4.35 - સરોજની નગર બેઠકથી જીત્યા બાદ સ્વાતિ સિંહે લોકોને આભાર માન્યો

swati

4.28 - આગ્રાની તમામ 9 બેઠકો પરથી ભાજપનો વિજય

4.25 - અમર સિંહે રામગોપાલ યાદવ પર વ્યંગ કરતાં કહ્યું, રામગોપાલ તમે તો ઠનઠન ગોપાલ થઇ ગયા, કઇ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થયા છો તમે?

4.15 - બરેલીઃ મીરગંજમાં ભાજપના ડૉ.ડી.સી.વર્માની જીત, આંવલાથી ભાજપના ધર્મપાલની જીત

4.03 - લખનઉમાં 9માંથી 8 બેઠકો પર ભાજપનો કબજો

4.02 - સંતકબીરનગરથી ભાજપની જીત પર કાર્યકર્તાઓએ સરઘસ કાઢ્યું

4.00 - પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે સ્પષ્ટ કર્યું કે તેઓ યુપીના મુખ્યમંત્રી નહીં બને

3.58 - ફૈઝાબાદઃ અયોધ્યા બેઠક પરથી ભાજપના વેદ પ્રકાશ ગુપ્તાની જીત

3.50 - અપક્ષ ઉમેદવાર રાજા ભૈયાનો 1 લાખથી પણ વધુ મત સાથે વિજય

3.47 - અમેઠીમાં ભાજપની વિજય પતાકા

3.45 - ગૌરીગંજમાં સપાના રાકેશ પ્રતાપ સિંહ, તિલોઇથી ભાજપના રાજા મયંકેશ્વર વિજયી

3.39 - દેવરિયાના રુદ્રપુરમાં ભાજપના જય પ્રકાશ નિષાદનો વિજય

3.38 - રામપુરથી આઝમ ખાન, સ્વારથી અબ્દુલ્લા આઝમ જીત્યા

3.37 - અમેઠીઃ જગદીશપુર વિધાનસભા બેઠક પર ભાજપે મારી બાજી, ગૌરીગંજ વિધાનસભા બેઠક પર સપાના રાકેશ સિંહ મઉ વિજેતા

3.35 - અમિત શાહઃ પંજાબ સિવાય યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ સરકાર બનવા જઇ રહી છે.

3.34 - અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ શરૂ, ચૂંટણીના પરિણામોને અતિ-ઉત્સાહજનક કહ્યાં. આ ઐતિહાસિક જીત માટે અમિત શાહે જનતા, કાર્યકર્તાઓ અને શુભચિંતકોનો આભાર માન્યો.

3.20 - વારાણસીઃ પિંડરામાં ભાજપના અવધેશ સિંહની જીત, શિવપુરમાં પણ ભાજપ વિજેતા

3.20 - વારાણસીઃ પીએમ મોદીની લહેર, આઠેય બેઠકો પર ભાજપનો કબજો

3.18 - સદર જયપુરથી ભાજપના સીતારામ વર્માની જીત, કાદીપુરથી ભાજપના રાજેશ ગૌતમની જીત

3.17 - મિર્ઝાપુર નગર બેઠક પર ભાજપના રત્નાકર મિશ્રાની જીત, મઇવાં પણ ભાજપની જીત

3.15 - શાહજહાંપુરઃ તિલહરમાં ભાજપ, જલાલાબાદમાં સપા, કટરામાં ભાજપ, દદરૌલથી ભાજપ, પુવાયાંથી ભાજપની જીત

3.15 - ઇસૌલીની બેઠક સપાના ખાતામાં

3.10 - ભાજપે જીતી 260થી પણ વધુ સીટો, ભાજપ ટ્રિપલ સદી ફટકારે એવી સંભાવના

2.57 - પ્રતાપગઢઃ રામપુરખાસના મતગણતરી કેન્દ્ર પાસે કોંગ્રેસ-ભાજપ સમર્થકો વચ્ચે મારપીટ, ભાજપ નેતા પોલીસ કસ્ટડીમાં

2.55 - દેવરિયાઃ પછરદેવા વિધાનસભાથી ભાજપના સૂર્ય પ્રતાપ શાહી, સદરથી ભાજપના જન્મેય સિંહ અને ભાટપાર રાણીથી સપાના આશુતોષ ઉપાધ્યાય વિજયી

2.53 - ફૈઝાબાદ જિલ્લાની 5 બેઠકો પર ભાજપનો કબજો

2.52 - બદાયૂં શહેર, બિલ્સી, બિસૌલી, શેખૂપુર અને દાતાગંજમાંથી ભાજપ વિજયી, સહસવાન બેઠક સપાના ખાતમાં

2.51 - જયસિંઘપુરથી ભાજપ વિજેતા

2.50 - સંભલમાં સપાના ઇકબાલ વિજેતા, અસમોલીમાં સપાના પિંકી યાદવ વિજેતા

2.49 - ગુન્નૌરમાં ભાજપ અને ચંદૌસીમાં પણ ભાજપનો વિજય

2.44 - મૈનપુરીઃ 107 સદર વિધાનસભા બેઠક પર સપાના રાજકુમાર વિજેતા

2.42 - ભોગાંવઃ વિધાનસભા 108માં ભાજપના રામનરેશ અગ્નિહોત્રી વિજેતા

2.40 - કિસનીઃ વિધાનસભા 109માં સપાના બ્રજેશ કઠેરિયા વિજેતા

2.39 - કરહલ વિધાનસભામાં સપાના સોવરન સિંહ યાદવ વિજયી

2.38 - ભાજપના વારાણસી શહેરની દક્ષિણ બેઠક પર ભાજપનો કબજો

2.36 - સદર બેઠક પર સપાના નિતિન અગ્રવાલની જીત, બાકીની તમામ 7 બેઠકો પર ભાજપનો કબજો

2.35 - મુઝફ્ફરનગરની તમામ 6 બેઠકો પર ભાજપની જીત

2.34 - વારાણસી દક્ષિણ - નીલકંઠ તિવારી 62,691, રાજેશ મિશ્રા - 60,760, રાકેશ ત્રિપાઠી - 4070

2.33 - વારાણસીઃ રોહનિયા- સુરેન્દ્ર નારાયણ સિંહ 47,109 ભાજપ, મહેન્દ્ર સિંહ પટેલ- 26,902 સપા, પ્રમોદ કુમાર સિંહ-14,564 બસપા, કૃષ્ણા પટેલ- 5838

2.32 - બિજનૌરની 8માંથી 6 બેઠકો પર ભાજપ અને 2 પર સપાનો કબજો

2.31 - બઢાપુરમાં પણ બાજપનો વિજય

2.26 - મુરાદાબાદ શહેર વિધાનસભાથી 15,437 મતથી ભાજપના રિતેશ ગુપ્તાની જીત

2.25 - વારાણસીની ઉત્તરી બેઠક પરથી ભાજપના રવિન્દ્ર જાયસ્વાલની જીત

2.23 - મેરઠની સાતમાંથી 6 બેઠકો પર ભાજપની જીત

2.20 - મૈનપુરી સદર બેઠક પર સપાના રાજૂ યાદવ વિજયી

2.18 - મુરાદાબાદઃ કુંદરકી વિધાનસભાથી સપાના હાજી રિઝવાન વિજયી

2.16 - અમરોહા વિધાનસભા 41થી સપાના મહબૂબ અલી ચોથી વાર વિજયી બન્યા, 2002, 2007, 2012 અને હવે 2017માં પણ મેળવી જીત

2.10 - રાયબરેલીઃ બાહુબલી ધારાસભ્ય રાજા ભૈયા, એમએલસી અક્ષય પ્રતાપ સિંહ સહિત અન્ય એક વિરુદ્ધ કલમ 120 બી હેઠળ કેસ નોંધાયો. ગઇ રાત્રે ઉંચાહાર કોતવાલી ક્ષેત્રના અરખામા થયેલ દુર્ઘટનામાં યોગેન્દ્ર યાદવનું મૃત્યુ થયું હતું. સીઓ જિયા ઉલ હકની હત્યામાં મૃતક આરોપી હતો.

2.09 - દીદારગંજમાં બસપાના સુખદેવ રાજભર વિજયી

2.08 - સગડી વિધાનસભામાં બસપાના બંદના સિંહ વિજયી

2.07 - ગોપાલપુર વિધાનસભા બેઠક પર સપાના નફીસ અહમદ વિજયી

2.06 - નિઝામાબાદ વિધાનસભામાં સપાના આલમબદી વિજયી

2.06 - અતરૌલિયા વિધાનસભામાં સપાના ડૉક્ટર સંગ્રામ યાદવની જીત

2.05 - વિધાનસભા આઝમગઢ બેઠક પર સપાના દુર્ગા પ્રસાદ યાદવ આઠમી વાર જીત્યાં

2.02 - શિવપુરમાં અનિલ રાજભર 54,160 મતથી જીત્યા, તેમને 1 લાખ 10 હજાર 245 મત મળ્યા.

2.00 - રાયબરેલીઃ સદરથી કોંગ્રેસના અદિતિ સિંહ 90 હજાર મતથી જીત્યા

2.00 - મુરાદાબાદઃ બિલારીથી સપાના મોહમ્મદ ફહીમ અને ઠાકુરદ્વારથી સપાના નવાબ જાન વિજયી

1.59 - રાયબરેલીઃ બછરાવાંથી ભાજપના રામનરેશ રાવત વિજયી

1.59 - આઝમગઢની સગરી વિધાનસભા બેઠક પરથી બસપાના વંદના સિંહ 3202 મતથી વિજેતા

1.58 - મૈનપુરી ભોગાંવ વિધાનસભાથી ભાજપના રામનરેશ અગ્નિહોત્રી 20,000થી વધુ મતથી જીત્યા

1.58 - ફતેહાબાદથી ભાજપના જીતેન્દ્ર વર્મા 34,364 મતથી જીત્યા

1.58 - ફતેહપુર સીકરીથી ભાજપના ઉદયભાન સિંહ 52,500 મતથી જીત્યા

1.52 - નોઇડાથી ભાજપના પંકજ સિંહની જીત

1.44 - માયાવતીએ ચૂંટણી રદ્દ કરવાની કરી માંગ. તેમણે કહ્યું કે, જો આમ જ ચાલ્યું તો તે લોકતંત્ર માટે ઘાતક સાબિત થઇ શકે છે.

mayawati

1.43 - માયાવતીએ સવાલ કર્યો છે કે, મુસલમાન પ્રજાના મતો ભાજપને કઇ રીતે મળ્યાં? તેમનું માનવું છે કે, ચોક્કસ કોઇ ગડબડ થઇ છે.

1.41 - માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી ઇવીએમ મશીન પર સવાલ કર્યા. કહ્યું, કોઇ પણ બટન દબાવતાં કમળને જ મળ્યા વોટ

1.40 - રાયબરેલી-સદરથી કોંગ્રેસના અદિતિ સિંહ લગભગ 90 હજાર મતથી વિજયી

1.29 - મહોબા સદરથી ભાજપના રાકેશ ગોસ્વામી 21,000 મતથી વિજેતા

1.28 - યુપીના પ્રદેશ અધ્યક્ષ કેશવ મૌર્યા સાંજે 6.30 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ

1.23 - આગ્રાની ગ્રામીણ બેઠક પરથી ભાજપના હેમલતા દિવાકર કુશવાહાની જીત

1.15 - મુઝફ્ફરનગરમાં ભાજપના કપિલ અગ્રવાલની જીત

1.12 - મહોબા-ચરખારીથી ભાજપના બૃજભૂષણ સિંહ 44,000 મતથી જીત્યા

1.05 - લખનઉમાં 9માંથી 6 બેઠકો પર ભાજપનો કબજો, માત્ર નોર્થ અને સેન્ટ્રલમાં સપા

1.02 - પોલીસે મીડિયા ક્રમીઓને મતગણતરી કેન્દ્ર પાસેથી ખસેડ્યા, પોલીસ સાથે ઝપાઝપી

1.00 - કૈરાના બેઠક પરથી સપાના નાહિદ હસનની જીત

1.00 - થાણા ભવનથી ભાજપના સુરેશ રાણા અને શામલીથી ભાજપના તેજેન્દ્ર નિર્વાલની જીત

12.54 - મુઝફ્ફરનગરઃ પુરકાજીથી ભાજપના પ્રમોદ ઉંટવાલ વિજયી

12.51 - નોઇડાઃ જેવર વિધાનસભાથી ભાજપના ઠાકુર ધીરેન્દ્ર સિંહ 22,000 મતથી જીત્યા

12.47 - ગાયત્રી પ્રજાપતિની ધરપકડ માટે એસટીએફની ત્રણ ટીમો લખનઉ અને અમેઠીમાં સક્રિય

12.45 - અમિત શાહઃ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત

12.41 - સ્મૃતિ ઇરાનીએ કહ્યું, જ્યાં જ્યાં પીએમ મોદી ગયા, ત્યાં ભાજપનો વિજય થયો. આવા મોટા વિજયની જ આશા હતી.

12.37 - ઉન્નાવઃ મોહાન વિધાનસભા બેઠક પરથી ભાજપના બૃજેશ રાવત 31,000 મતથી જીત્યાં

12.36 - 1.30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે બસપા સુપ્રીમો માયાવતી

12.36 - 2 વાગે રાજીનામું સોંપશે મુખ્યમંત્રી અખિલેશ યાદવ

12.35 - મથુરાના છાતાથી ભાજપના ચૌધરી લક્ષ્મી નારાયણ 70,000 મતથી જીત્યાં

12.34 - બુલંદશહેરના ગુલાવાઠી વિસ્તારમાં ભાજપ અને સપાના સમર્થકો વચ્ચે ઝપાઝપી, લાઠી ડંડાનો ઉપયોગ, એક ડઝન લોકો ઘાયલ

12.25 - નોઇડામાં 66,000 મતથી ભાજપના પંકજ સિંહ આગળ, કુંડામાં રાજા ભૈયા 80,000 મતથી આગળ

12.21 - કેશવ પ્રસાદ મૌર્યએ લખનઉમાં ભાજપના વિજય નિમિત્તે કરી ઉજવણી

અહીં વાંચો - કેશવ પ્રસાદ મૌર્યઃ "એક્ઝિટ પોલ જોઇ ફોઇ યાદ આવ્યા, પરિણામ જોઇ નાની યાદ આવશે"

12.15 - રાજનાથ સિંહે કહ્યું, ભાજપની જીત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતમાં વિશ્વસનીયતા, તેમના કુશળ નેતૃત્વ અને સુશાસન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો વિજય છે.

12.14 - અખિલેશ યાદવ સાંજે 5 વાગે 5 કાલીદાલ માર્ગ પર પત્રકાર પરિષદ યોજશે

12.13 - ગોરખપુરની ચૌરી ચૌરા બેઠક પર ભાજપ અગ્રેસર

12.12 - ઇલાહાબાદમાં 9 બેઠકો પર ભાજપ આગળ

12.10 - ભાજપના વિજય અંગે નરેન્દ્ર મોદી તથા અમિત શાહ પાર્ટી કાર્યાલયમાં સાંજે 4.30 વાગે સંબોધન કરશે

12.09 - વારાણસીની તમામ 8 બેઠકો પર ભાજ આગળ, ગોરખપુરમાં પણ 7 બેઠકો પર ભાજપ આગળ

12.06 - નોઇડાથી બાજપના પંકજ સિંહ 52,000 મતથી આગળ

12.05 - લખીમપુરની 6 બેઠક પર ભાજપની જીત પાક્કી, 2 બેઠકો પર લીડ

12.05 - યુપીની લગભગ 100 મુસ્લિમ બાહુલ્ય બેઠકો પર પણ ભાજપ આગળ

12.02 - દેવબંદ, ધનૌરા, રાઠ, ફૂલપુર, કોરાવ, મનકાપુર અને સિસવામાં ભાજપનો વિજય

11.59 - 7 બેઠકોના પરિણામ જાહેર, તમામ પર ભાજપનો વિજય

11.52 - શિવપાલ બોલ્યા, નેતાજીને ખસેડી અપમાન કર્યું, માટે હાર્યા

11.48 - મનકાપુર બેઠક પર ભાજપની જીત

11.46 - સિસવાથી ભાજપના રામપતિ શાસ્ત્રી જીત્યાં

11.36 - હમીરપુરની રાઠ બેઠક પર ભાજપનો બીજો વિજય, મનીષા અનુરાગી જીત્યાં

11.35 - રવિશંકર પ્રસાદે કહ્યું, આ ચૂંટણી નહીં, ક્રાંતિ છે.

11.34 - મિર્ઝાપુરમાં પાંચેય બેઠકો પર ભાજપ 10થી 15 હજાર મતથી આગળ

11.32 - ભાજપ 303, સપા-કોંગ્રેસ 69, બસપા 23, અન્યો 8 બેઠક પર આગળ

11.30 - ઇટાવાથી ભાજપને 18,566 મત, સપાને 16,164 અને બસપાને 9624 મત

11.28 - શાહજહાંપુર વિધાનસભા બેઠક પરથી 9 હજાર મતથી ભાજપ આગળ

11.25 - બરેલીની 9માંથી 8 બેઠકો પર ભાજપ આગળ

11.24 - નોઇડા બેઠક પરથી ભાજના પંકજ સિંહ 40,000 મતથી આગળ

11.18 - પહેલું પરિણામ આવ્યું, સહારનપુરની દેવબંદ બેઠક પરથી ભાજપના બૃજેશનો વિજય

11.16 - કોંગ્રેસના રાજીવ શુક્લાએ ક્યું, અમે પરિણામનો આદર કરીએ છીએ, પંરતુ આજે વિકાસ પરાજિત થઇ વોટબેંકનો વિજય થયો છે.

11.15 - ભાજપના રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું, કોંગ્રેસનો હાથ પાપથી કાળો થઇ ચૂક્યો છે, તેને હવે જનતા ક્યારેય નહીં સ્વીકારે.

11.13 - રાયબરેલીઃ સદરમાં કોંગ્રેસ, સરેની, હરચંદપુર, બછરાવાં અને સલોનની બેઠક પર ભાજપ તથા ઉંચાહાર બેઠક પર સપા આગળ

11.08 - ભાજપ 306, સપા-કોંગ્રેસ 71, બસપા 18 અને અન્યો 8 બેઠક પર આગળ

11.07 - સરોજની નગરથી ભાજપના સ્વાતિ સિંહ 20,000 મતથી આગળ

11.06 - વીજ મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન, કાર્યકર્તાઓએ સખત મહેનત કરી

11.05 - મેરઠમાં લક્ષ્મીકાંત વાજપેયી 5000 મતથી આગળ

11.04 - કુંડા બેઠક પર રાજા ભૈયા 38,000 મતથી આગળ

11.04 - રાજા ભૈયા સમર્થિત વિનોદ સરોજ 22,000 મતથી આગળ

11.00 - જસવંત નગરથી શિવપાલ સિંહ 11,278 મતથી આગળ

10.58 - અમેઠી વિધાનસભા બેઠક પર ભાજપના ગરિમા સિંહ 12,063 મતથી આગળ

10.56 - અમેઠીની બેઠક પર કોંગ્રેસના અમિતા સિંહને 4011 મત, સપાના ગાયત્રી પ્રજાપતિને 9393 મત અને બસપાના રામજી મૌર્યને 3996 મત

10.54 - ભાજપ 302, સપા-કોંગ્રેસ 71, બસપા 20, અન્યો 10 બેઠક પર આગળ

10.54 - ભાજપે પાર કર્યો 300નો આંકડો

10.52 - કાનપુરમાં ભાજપના સમર્થકોએ કરી ઉજવણી

kanpur bjp

10.51 - રાજનાથ સિંહના પુત્ર પંકજ નોઇડા બેઠક પર 15,766 મતથી આગળ

10.50 - સરધના બેઠક પર સોમ આગળ. સપાના અતુલને 11,884, કોંગ્રેસના ઇમરાનને 5670 અને ભાજપના સંગીત સોમને 22,209 મત

10.44 - મુલાયમના વહુ અપર્ણા યાદવ પાછળ, રીતા બહુગુણા જોશી આગળ

10.43 - મઉના સદરમાં મહેન્દ્ર રાજભરને 7971, મુખ્તાર અંસારીને 8571 અને અલ્તાફ અંસારીને 5757 મત મળ્યા

10.42 - ઇલાહાબાદ શહેરના ઉત્તરમાં ભાજપના હર્ષને 15,355, કોંગ્રેસના અનુગ્રહને 9068 અને બસપાના અમિતને 4968 મત

10.41 - બરેલીમાં 9માંથી 7 પર ભાજપ આગળ, આંવલા અને બિથરીમાં સપા આગળ

10.40 - ભદોહી જ્ઞાનપુરમાં બાહુબલી વિજય મિશ્રા નિષાદ પાર્ટીના 7 હજાર મતથી આગળ

10.26 - ભાજપ 295, સપા-કોંગ્રેસ 74, બસપા 25, અન્યો 9 બેઠકો પર આગળ

10.23 - અમેઠીમાં ગાયત્રી પ્રજાપતિ 1557 મતથી પાછળ, ભાજપના ગરિમા સિંહ આગળ

10.22 - લલિતપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર 9000 મતથી આગળ

10.21 - મઉમાં અલ્તાફ અંસારી પહેલા નંબરે, ભાજપના મહેન્દ્ર રાજભર બીજા તથા બસપાના મુખ્તાર અંસારી ત્રીજા નંબર પર

10.20 - હસ્તિનાપુરથી ભાજપના દિનેશ ખટીક 11,362 મતથી આગળ

10.18 - યુપીમાં ભાજપને મોદી પ્રચારથી થયો સૌથી વધુ ફાયદો, જે-જે બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો હતો, એ તમામ બેઠકો પર ભાજપ આગળ

10.17 - ચૂંટણી પરિણામોના શરૂઆતના ટ્રેન્ડ અંગે કેશવ પ્રસાદ મૌર્ય - પીએમ મોદીને કારણે જીતી રહ્યું છે ભાજપ

10.16 - અમેઠીથી ગાયત્રી પ્રજાપતિ રહી ગયાં પાછળ

10.15 - આંબેડકર નગરથી સપાના શંખલાલ માઝી પાછળ

10.14 - અકબરપુરથી બસપાના રામઅચલ રાજભર આગળ

10.13 - આદિત્યનાથે કહ્યું, સપા-કોંગ્રેસ ગઠબંધન દેશના હિતમાં નથા, લોકોએ પણ આ ગઠબંધનને નકાર્યું

10.10 - અમરોહા વિધાનસભાથી સપાના મહબૂબ અલી આગળ

10.08 - ભાજપ 266, સપા-કોંગ્રેસ 70, બસપા 27, અન્યો 12 બેઠકો પર આગળ

10.07 - લખનઉની 9માંથી 8 બેઠકો પર ભાજપ આગળ

10.06 - બરેલીમાં 9માંથી 6 બેઠકો પર ભાજપ આગળ

10.05 - મુરાદાબાદઃ પ્રતાપગઢની પટ્ટી બેઠક પર ભાજપ, દેહાતમાં સપા, કાંઠમાં ભાજપ, ઠાકુરદ્વારમાં ભાજપ, બિલારીમાં ભાજપ અને કુન્દરકીમાં સપા આગળ

10.01 - શાહજહાંપુરઃ નગર વિધાનસભા બેઠક પર ભાજપના સુરેશ કુમાર ખન્ના 10,000 વોટથી સપા કરતાં આગળ

9.57 - વારાણસીની 8 બેઠકો પર ભાજપ આગળ

9.55 - ભાજપ 274, સપા 79, બસપા 25, અન્ય 12 બેઠકોથી આગળ

9.55 - ઇલાહાબાદઃ મેજા, ફૂલપુર, કરછનામાં ભાજપ પાછળ

9.54 - દેવરિયાની તમામ 7 બેઠકો પર ભાજપ આગળ

9.51 - જયવંત નગર બેઠક પરથી શિવપાલ યાદવ પાછળ

9.50 - ગોરખપુરથી ભાજપના રાધા મોહન દાસ આગળ

9.50 - હરદોઇથી નિતિન અગ્રવાલ પાછળ

9.49 - ભાજપના સિદ્ધાર્થ સિંહ ઇલાહાબાદ પશ્ચિમ સીટથી આગળ, દદારીથી ભાજપના તેજપાલ નાગર આગળ

9.46 - ભાજપથી પંકજ સિંહ 2030 વોટથી આગળ

9.34 - ભાજપને વર્ષ 1991 કરતાં વધુ બેઠકો મળવાની સંભાવના, વર્ષ 1991માં 221 બેઠકો પર મળી હતી જીત.

9.32 - જસવંત નગર બેઠક પરથી શિવપાલ યાદવ આગળ

9.31 - સ્વારથી કોંગ્રેસના અબ્દુલ્લા આઝમ આગળ, થાણા ભવનથી ભાજપના સુરેશ કુમાર આગળ

9.21 - ભાજપ 203, સપા-કોંગ્રેસ 50, બસપા 35, અન્યો 12

9.21 - અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમત

9.20 - ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી આગળ, પક્ષના કાર્યકર્તાઓએ લખનઉમાં કરી ઉજવણી

9.16 - બહુમતથી માત્ર 17 બેઠક પાછળ ભાજપ, 185 બેઠક પર ભાજપ મોખરે

9.14 - વારાણસી, ઇલાહાબાદ, જાલૌન, બસ્તી સિવાય જ્યાં-જ્યાં પીએમ મોદીએ રેલી કરી હતી એ તમામ બેઠકો પર ભાજપ આગળ

9.11 - ભાજપ 152, સપા-કોંગ્રેસ 47, બસપા 28, અન્યો 8

9.10 - યુપીમાં મોદીની લહેર, ત્રણગણાથી પણ વધુ બેઠકો પર ભાજપ આગળ

9.08 - ભાજપનો આંકડો 150ને પાર

9.01 -  સ્વાર બેઠક પરથી બસપાના નવાબ કાઝિમ આગળ

9.00 - વારાણસીની પિંડરા બેઠક પરથી કોંગ્રેસના અજય રાય આગળ

8.58 - ગોરખપુરથી ભાજપ, રામપુરથી સપાના આઝમ ખાન આગળ

8.53 - ભાજપ 87, સપા-કોંગ્રેસ 29, બસપા 21, અન્યો 5

8.54 - અયોધ્યાથી સપાના પવન પાંડે અને મથુરાથી ભાજપ પ્રવક્તા શ્રીકાંત શર્મા આગળ

8.52 - અમેઠીથી સપાના ગાયત્રી પ્રજાપતિ આગળ, સરોજની નગરથી ભાજપના સ્વાતિ સિંહ પાછળ, અખિલેશના ભાઇ અનુરાગ આગળ

અહીં વાંચો - સરેન્ડર ન કરતાં ગાયત્રી પ્રજાપતિની સંપત્તિ 6 માર્ચ સુધીમાં થશે જપ્ત

8.43 - ભાજપ પહોંચ્યું 50ના આંકડે

8.42 - ભાજપ 47, સપા-કોંગ્રેસ 15, બસપા 9, અન્યો 4

8.41 - લખનઉની 5 બેઠકો પર ભાજપની લીડ

8.40 - ભાજપ 32, સપા-કોંગ્રેસ 13, બસપા 7, અન્ય 3

8.39 - ભાજપ સૌથી આગળ, સપા ગઠબંધન કરતાં બમણી બેઠકો ભાજપ પાસે

8.37 - લખનઉ કેન્ટથી રીતા બહગુણા જોશી આગળ, મુલાયમના વહુ અપર્ણા યાદવ છે પાછળ

8.36 - ઇલાહાબાદ પશ્ચિમથી સિદ્ધાર્થ સિંહ આગળ

8.35 - ડ્રોન કેમેરા દ્વારા લખનઉના મતગણતરી કેન્દ્રનું થઇ રહ્યું છે નિરિક્ષણ

8.32 - અત્યાર સુધીમાં 26 પર મોદી ગઠબંધન, 20 પર અખિલેશ ગઠબંધન, 15 પર બસપા અને 3 બેઠકો પર અપક્ષ તથા અન્યો આગળ

8.31 - ઇલાહાબાદની તમામ બેઠકો પર ભાજપ આગળ

8.30 - સપાના શિવપાલ યાદવનું નિવેદન, 'ગણતરી શરૂ થઇ ગઇ છે, અમારી જીત થશે'

8.29 - થાણા ભવન સીટ પરછી ભાજપના સુરેશ રાણા આગળ

8.25 - ભાજપ 16, સપા-કોંગ્રેસ 12, બસપા 11 અને 2 બેઠકો પર અન્ય આગળ  

8.19 - બુલંદશહેરમાં બસપા મોખરે

8.17 - યુપીની 9 બેઠકોનો પ્રવાહ સ્પષ્ટ થયો. 2 પર સપા-કોંગ્રેસ, 2 પર ભાજપ અને 3 પર માયાવતી આગળ.

8.15 - કુંડાથી રાજા ભૈયા આગળ

8.13 - યુપીમાં મઉમાં બસપાના મુખ્તાર અંસારી મોખરે.

8.12 - યુપીના 75 જિલ્લાઓના 78 મથકોમાં મતગણતરી શરૂ

8.00 - ઉત્તર પ્રદેશની 403 બેઠકો માટે મત ગણતરી શરૂ, ચૂંટણી પંચ અનુસાર 9 વાગતા પૂર્ણ થશે પ્રથમ રાઉન્ડ

7.35 - સપાના મંત્રી રવિદાસ મેહરોત્રાનું નિવેદન, 'સમાજવાદી પાર્ટીના કોંગ્રેસ ગઠબંધનને કારણે પાર્ટીને થયું છે નકસાન.'

7.34 - મોરાદાબાદમાં મત ગણતરીના કેન્દ્રો બહાર કડક સુરક્ષા બંદોબસ્ત

7.15 - યોગી આદિત્યનાથે કહ્યું, ઉત્તર પ્રદેશમાં સપા-બસપાના કુશાસન પર પૂર્ણ વિરામ મુકાશે અને ભાજપની જીત સાથે સુશાસન સ્થાપિત થશે. 2/3 બહુમત સાથે ભાજપની જીત થશે. ભાજપની થનાર વિજયનો સંપૂર્ણ શ્રેય પીએમ મોદી અને અમિત શાહને ફાળે જાય છે.

7.10 - ઇલાહાબાદના સાંઇ મંદિરમાં ભાજપના સિદ્ધાર્થનાથે કરી પૂજા.

7.07 - યુપીમાં ભાજપના અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યાએ કહ્યું, સમાજવાદી પાર્ટી અને બસપાના સૂપડા સાફ થનાર છે. 2/3 બહુમતથી અમારી જીત થશે.

7.00 - સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ લખનઉમાં કર્યો હવન.

sp hawan

અહીં વાંચો - એક્ઝિટ પોલથી હતાશ અખિલેશ, બસપા સાથે ગંઠબંધન કરવા તૈયાર

6.50 - સમાજવાદી પાર્ટીના રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, આજા ચૂંટણી પરિણામોમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જ જીત થશે, મુખ્યમંત્રી વિરુદ્ધ કાવતરું ઘડનાર લોકોને અમે ઉઘાડા પાડીશું.

6.15 - મત ગણતરી પહેલાં લખનઉ કેન્ટથી ભાજપના ઉમેદવાર રીતા બહુગુણા જોશીએ હજરતગંજના હનુમાન મંદિરમાં પૂજા કરી.

rita bahuguna joshi
lok-sabha-home

English summary
Here are the updates for Uttar Pradesh Assembly Election Results 2017. Read how many seats BJP, SP, Congress and BSP won in UP elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more