સપાના બિન-સરકારી સલાહકારોને યોગીએ કહ્યું, અલવિદા

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ માં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રીની ખુરશી પર બેસતાં જ તાબડતોડ નિર્ણયો લઇ રહ્યાં છે. હાલમાં જ નવો નિર્ણય લેતાં યોગી આદિત્યનાથે બિન-સરકારી સલાહકાર, અધ્યક્ષ, પરિષદ ઉપાધ્યક્ષોને તાત્કાલિક પ્રભાવથી સેવામુક્ત કર્યા છે.

uttar pradesh govt

આદિત્યનાથે મોટો નિર્ણય લેતાં સમાજવાદી પાર્ટી સરકારના તમામ અધ્યક્ષો અને ઉપાધ્યક્ષોને બરખાસ્ત કર્યા છે. યોગીની યુપી સરકાર દ્વારા તમામ વિભાગો, સાર્વજનિક નિગમો, પરિષદો, સમિતિઓ વગેરેમાં કાયદાકીય વ્યવસ્થા અંતર્ગત નિયુક્ત કે કાર્યરત તમામ બિન-સરકારી સલાહકારો, અધ્યક્ષો, ઉપાધ્યક્ષો અને સભ્યોને સેવામુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અહીં વાંચો - પૈગામ-એ-મોહબ્બત લઇ ફરી પાકિસ્તાન જઇશઃ મૌલવી

ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ રાહુલ ભાટનાગરે પ્રેસ નોટ જાહેર કરી આ આદેશ જાહેર કર્યો છે. તેમણે પોતાના આદેશમાં કૃષિ ઉત્પાદન કમિશનર, ઔદ્યોગિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિશનર, સમાજ કલ્યાણ કમિશનર અને તમામ મુખ્ય તથા પ્રમુખ સચિવોને નિર્દેશ આપ્યો છે કે, આ આદેશને તાત્કાલિક લાગુ કરવામાં આવે. આ આદેશની અવગણના થતાં કાર્યવાહી કરવામાં આવશે.

English summary
UP Govt releases order relieving non govt advisers,chairmen, deputy chairmen& members in corporations, committees & depts from their duties.
Please Wait while comments are loading...